- સરકારી બેન્કના કર્મચારીઓ 15 અને 16 માર્ચ કામથી રહેશે અડગા
- બેન્કોના ખાનગીકરણ અંગે બેન્ક યુનિયને રાષ્ટ્રવ્યાપી હડતાળની કરી જાહેરાત
- 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર અને 14 માર્ચે રવિવાર હોવાથી 4 દિવસ બેન્ક બંધ
અમદાવાદ: માર્ચ મહિનામાં સતત 4 દિવસ સુધી બેન્કો રહેશે બંધ. 13 માર્ચના રોજ બીજો શનિવાર છે, જેને લઈને બેન્કોમાં રજા રહેશે. 14 માર્ચના રોજ રવિવારની રજા રહેશે ત્યારે 15 અને 16 માર્ચના રોજ સરકાર દ્વારા બેન્કોના કરવામાં આવેલા ખાનગીકરણ અંગે સરકારી બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે અને વિરોધ કરશે.
આ પણ વાંચોઃ આવકવેરા વિભાગના કર્મચારીઓ આંદોલનની રાહે, સર્ચ ઓપરેશનમાં ન જોડાવાની આપી ચીમકી
15 અને 16 માર્ચના રોજ હડતાળ
15 અને 16 માર્ચના રોજ બેન્કોની રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી છે. હડતાળ બેન્કોના કરવામાં આવી રહેલા ખાનગીકરણ સામે કરવામાં આવી રહી છે. જે બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવર્સીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સામેલ છે.
આ પણ વાંચોઃ કચ્છમાં ટ્રાન્સપોર્ટ દ્વારા ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીની વિરુદ્ધમાં હડતાળ
બીજા ચાર દિવસ પણ બેન્કો રહેશે બંધ
27 માર્ચના રોજ ચોથો શનિવાર છે. જેને લઈને બેંકમાં રજા રહેશે. 28 માર્ચના રોજ રવિવાર છે. 29 માર્ચના રોજ હોળીની રજા રહેશે. 30 માર્ચના રોજ ધૂળેટીની રજા રહેશે.