ETV Bharat / city

પરિણિત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવનાર આરોપીના જામીન રદ્દ - ક્રાઈમ ન્યૂઝ

મહિલાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર આરોપીના જામીન સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ મહિલા પરિણીત હોવા છતાંય મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને આ મામલે હજુ તપાસ ચાલુ હોવાથી આરોપીને જામીન આપી ન શકાય.

મહિલાને પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવનાર આરોપીના જામીન રદ્દ

author img

By

Published : Feb 10, 2021, 9:57 AM IST

  • સેશન્સ કોર્ટે રદ્દ કરી આરોપીની જામીન અરજી
  • આ મામલે હજી તપાસ ચાલુ છે જેથી આરોપીને જામીન ન આપી શકાય
  • જો આરોપીને જામીન અપાય તો પુરાવા સાથે છેડછાડનો થઈ શકે છે પ્રયાસ

અમદાવાદ: અમદાવાદમાં એક પરિણિત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેણી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમે ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન કોર્ટે આરોપીનાં જામીન નામંજૂર કર્યા હતા. તેમજ નોંધ્યું હતું કે, આરોપીને મહિલા પરિણીત હોવાની ખબર હોવા છતાં તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને ગર્ભવતી બનાવી દીધી હતી. આ ઉપરાંત હજુ પણ પોલીસ વપુ તપાસ કરી રહી હોવાથી આરોપીને જામીન આપી શકાય નહીં.

સેશન્સ કોર્ટનાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ સાથે વાતચીત
કથિત લવ જેહાદનો મામલો આ અંગે સેસન્સ કોર્ટમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ લવ જેહાદનો મામલો હોવાની શક્યતા છે. આરોપીએ મહિલા પાસેથી 2.70 લાખ રૂપિયા પણ પડાવ્યા હોવાનો આરોપ પણ મૂકાયો હતો. એવામાં જો આરોપીને જામીન અપાય તો પુરાવા સાથે છેડછાડનો પ્રયાસ થઇ શકે છે. જોકે, બીજી તરફ આરોપી તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેના ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને કોઈ પૈસા આરોપીએ પડાવ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.