અમદાવાદઃ મહાનગર પાલિકાએ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં મચ્છરોના બ્રિડિંગને લઈને ચેકિંગ હાથ ધર્યુ અને 205 હોસ્પિટલને નોટીસ આપી એક લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. આરોગ્ય ખાતે દ્વારા ચેકિંગ સમયે કેટલીક હોસ્પિટલમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતું. તેઓને નોટીસ પણ આપવામાં આવી હતી. આરોગ્ય ખાતેએ 409 એકમ ચેક કરી બ્રિડિંગ મળતા 205 હોસ્પિટલને નોટીસ આપવામાં આવી એક લાખનો દંડ વસુલાયો છે.
અમદાવાદ મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ સૌથી વધુ દંડ અને નોટિસ પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં ફટકારવામાં આવ્યો છે. ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતુ. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે.