ETV Bharat / city

રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ, ગયા વર્ષે 1,20,000 જેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો પ્રવેશ - Admission process under RTE

રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. 25 જૂનથી RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરીને અરજી કરી શકે છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 26, 2021, 7:42 PM IST

  • ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર
  • ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરાઈ
  • 25 જૂનથી વાલીઓ આ માટે અરજી કરી શકશે

અમદાવાદ : ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા (Admission process under RTE) સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ (Admission process under RTE) મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર છે. જેમાં 25 જૂનથી RTE હેઠળ પ્રવેશ (Admission under RTE) મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે અરજી કરી શકે છે. આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ પણ વાંચો : ધોરણ 12ના પરિણામથી અસંતુષ્ટ નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાશે

15 જુલાઈએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે

21થી 24 જૂન સુધીમાં ઓનલાઇન ફોર્મ (Online form) ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવામાં આવશે. જ્યારે 25 જૂનથી 5 જુલાઈ સુધી 11 દિવસ ઓનલાઇન ફોર્મ (Online form) ભરવા માટે આપવામાં આવશે અને 6 જુલાઈથી 10 જુલાઈ સુધી, 5 દિવસ જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મ (Online form)ની ચકાસણી કરવાની રહેશે. જે બાદ 15 જુલાઈએ પ્રવેશ પ્રક્રિયા (Admission process)નો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓ ચિંતામાં

છેલ્લા બે વર્ષથી શિક્ષણનું સંપૂર્ણ વર્ષ ખોરંભે ચડેલું છે : જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલ

આ મામલે મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણનું સંપૂર્ણ વર્ષ ખોરંભે ચડેલું છે. શાળાઓ પણ નથી ચાલી રહી. આ ઉપરાંત એડમિશન સહિતની કામગીરી પણ ખોરંભાયેલી હતી. આ વર્ષે ધોરણ 1થી 12નાં વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

આ વર્ષે RTE હેઠળ વધુ અરજીઓ આવે તેવી શક્યતા

ગયા વર્ષે કુલ 2,04,420 જેટલી અરજીઓ સબમીટ થઇ હતી. જેમાં 1,19,697 જેટલી અરજીઓ એપ્રુવ (Approve) અને 24 હજાર જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી. તે ઉપરાંત 41,500 જેટલી અરજીઓ વાલીઓ દ્વારા કેન્સલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે સ્કૂલો વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ કેન્સલ કરશે તો તે સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી DEO દ્વારા કરવામાં આવશે. જ્યારે આ વર્ષે RTE હેઠળ વધુ અરજીઓ આવે તેવી શક્યતાઓ રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.