ETV Bharat / city

શાંતિ બિઝનેસ સ્કૂલમાં નવમો દીક્ષાંત સમારંભ ઑનલાઈન યોજાયો - શાંતિ બિઝનેસ સ્કૂલ

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલ (એસબીએસ) દ્વારા 2018-2020ની બેચના "પીજીડીએમ" અને "પીજીડીએમ-સી"ના વિદ્યાર્થીઓ માટે નવમો દીક્ષાંત સમારંભ ઓનલાઈન યોજાયો હતો, જેમાં 142 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં નવમો દીક્ષાંત સમારંભ ઑનલાઈન યોજાયો

author img

By

Published : Sep 28, 2020, 8:22 PM IST

અમદાવાદઃ કોવિડ-19 રોગચાળાના કારણે ઑનલાઈન રાખવામાં આવેલા આ દીક્ષાંત સમારંભમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનારા 2018-2020 બેચના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના માતાપિતા અને વર્તમાન બેચના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ 142 વિદ્યાર્થીઓએ તેમના માર્કેટિંગ, એચઆર, ફાઈનાન્સ, કોમ્યુનિકેશન તેમ જ અન્ય વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ડિગ્રી મેળવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ બિઝનેસ સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓનું યોગ્ય પ્લેસમેન્ટ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાતા હતા.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં નવમો દીક્ષાંત સમારંભ ઑનલાઈન યોજાયો
શાંતિ બિઝનેસ સ્કૂલમાં નવમો દીક્ષાંત સમારંભ ઑનલાઈન યોજાયો

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રોવોસ્ટ અને લાલભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદના ડિરેક્ટર પ્રો. ત્રિદિપ સુહરુદે તેમના વક્તવ્યમાં કહ્યું કે, મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિના દરમિયાન ઉદ્ભવેલી કઠિન પરિસ્થતિ અને લૉકડાઉને આપણને મેનેજમેન્ટના પાઠ જેમ કે, કેવી રીતે અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરવો, ઓછા સંસાધનોથી કેવી રીતે નિર્વાહ કરવો વગેરે શીખવાડ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિએ જીવન પર્યત હંમેશા શીખતા રહેવાની આદત કેળવવી જોઈએ. આ મહામારીએ આજના વાતાવરણમાં રહેલી ગતિશીલતાનો અનુભવ કરાવ્યો છે, જ્યાં સ્કિલિંગ, રિસ્કિલિંગ અને ક્રોસસ્કીલિંગની આવશ્યકતા પડે છે. જો આપણે ઈતિહાસ જોઈએ તો દરેક મોટી કુદરતી કે માનવસર્જિત આફતો પછી માનવજાત વધારે સમજદાર બનીને બહાર આવી છે. વધુમાં તેમણે ન્યૂ નોર્મલને સફળતાપૂર્વક લાગૂ કરવા બદલ "એસબીએસ"ના નેતૃત્વને અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમમાં હર્ષિતા ગોડાવતને એકેડેમિક એક્સલેન્સ માટેનો સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો હતો અને 2020ની બેચના શ્રેષ્ઠ વિદ્યાર્થીની ટ્રોફી ગૌતમ સરકારને એનાયત કરવામાં આવ્યો હતો. બ્રિજમોહન, ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ, દિક્ષાંત સમારોહના અધ્યક્ષ સ્થાને હતા. શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ પુરસ્કારો મેળવનારા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા તેમ જ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી અને ડિપ્લોમા પ્રાપ્ત કરવા માટે વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા બદલ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.