અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારોહ (Convocation Ceremony of Gujarat University) આવતીકાલે 29 જાન્યુઆરીએ યોજાશે. કોરોનાને કારણે આ વર્ષે ઓનલાઇન પદવી સમારોહ યોજાશે. આ વર્ષે 58 હજાર વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓને 7 જુદી જુદી વિદ્યાશાખામાં ડીગ્રી એનાયત કરવામાં આવશે. જેમાંથી 180 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
આ પણ વાંચો: કોરોનાકાળમાં ગુજરાત યુનિવર્સિટીએ હજારો વિદ્યાર્થીઓને નોકરી અપાવી
ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે કે પી જીનો અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહ યોજાય છે. જેમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ સિલ્વરમેડલ પણ એનાયત કરવામાં આવતા હોય છે.
આ પણ વાંચો: Gujarat University Program:ગુજરાત યુનિવર્સિટી સિંહ ગર્જના કાર્યક્રમનો NSUI દ્વારા કાર્યક્રમનો વિરોધ
આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઓનલાઈન માધ્યમથી ઉપસ્થિત રહેશે. કોરોનાને ધ્યાને લઈને આ વર્ષે ઓનલાઈન પદવીદાન સમારોહ (online Convocation Ceremony) યોજવામાં આવશે. આ સમારોહ યોજાયા બાદ પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીઓના ઘરે જઈને ડીગ્રી આપશે. પ્રથમવાર અધિકારીઓ આવી રીતે વિદ્યાર્થીઓને ડીગ્રી આપશે.