- સ્વામીનારાયણ મહામંત્રનો વિશાળ પત્ર ભગવાનને અર્પણ કરાયો
- 40 ભાષામાં કંડારવામાં આવ્યો છે સ્વામીનારાયણ મહામંત્ર
- મહામંત્રનું પૂજન અને અર્ચન તથા ધૂન કરાઈ
અમદાવાદ- મણિનગરમાં આવેલ કુમકુમ સ્વામીનારાયણ મંદિરમાં સ્વામીનારાયણ મહામંત્રની જયંતિના પ્રસંગે સ્વામીનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી અને સત્સંગ સભા યોજાઈ હતી. જેનો લાભ દેશવિદેશનાં ભકતો લઈ શકે તે માટે સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
- મહામંત્રનો વિશાળ પત્ર ભગવાન સ્વામીનારાયણને અર્પણ કરાયો
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામીનારાયણ મહામંત્રની 219મી જયંતિ પ્રસંગે વિવિધ 40 ભાષામાં કંડારવામાં આવેલો સ્વામીનારાયણ મહામંત્રનો છ ફૂટનો વિશાળ પત્ર સ્વામીનારાયણ ભગવાનના ચરણકમળોમાં સમર્પિત કરવામાં આવ્યો હતો. અને આ પત્રનું મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી પૂજન,અર્ચન કરીને આરતી ઉતારી હતી.
- વિક્રમ સંવત 1858માં ફણેણી ગામે સ્વામીનારાયણ નામ આપ્યું
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામીનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, સહજાનંદ સ્વામીએ તેમના ગુરુ રામાનંદસ્વામી અંતર્ધાન થયા તેના ચૌદમાના દિવસે ફણેણી ગામમાં સંવત 1858ના માગશર વદ - એકાદશીના રોજ આશ્રિતોને ભજન કરવા માટે સ્વામીનારાયણ નામ આપ્યું હતું. ત્યારથી આ સંપ્રદાય સ્વામીનારાયણ તરીકે સારાય વિશ્વમાં પ્રસિદ્ધ થયો છે. આજે દેશ વિદેશમાં સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો સ્થપાયા છે અને અનેક સત્સંગીઓ બન્યા છે. આ મંત્રોનો જાપ કરવાથી ભૂત, પ્રેત આદિની ઉપાધિનું શમન થઈ જાય છે. માણસ ગમે તેવી મુશ્કેલીમાં હોય અને “ સ્વામીનારાયણ'' મંત્રનો જાપ કરે તો તત્કાળ સ્વામીનારાયણ ભગવાન આજેય પ્રગટ દર્શન આપીને તે ભકતના દુઃખોનું નિવારણ કરે છે.
- મંત્રજાપથી દિવ્ય શાંતિની અનુભૂતિ થાય છે
અંતમાં મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ “ સ્વામીનારાયણ '' મંત્રોનો જે જાપ કરે છે તેનો આત્યંતિક મોક્ષ થાય છે. તેને ફરી લખચોરાશીમાં આવવું પડતું નથી. મંત્ર જાપ કરવાથી દિવ્ય શાંતિની અનુભૂતિ થાય છે.તેથી દરેક માણસોએ નિત્ય “ સ્વામીનારાયણ '' મંત્રનો જાપ કરવો જોઈએ.
અમદાવાદમાં સ્વામીનારાયણ મહામંત્રની 219મી જયંતીની ઉજવણી કરાઈ - અમદાવાદ
માગશર વદ એકાદશીના રોજ સ્વામીનારાયણ મંદિર- કુમકુમ-મણિનગર દ્વારા ખાતે મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની 219મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદમાં સ્વામીનારાયણ મહામંત્રની 219મી જયંતીની ઉજવણી કરાઈ