અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમદાવાદ પ્રવાસ દરમિયાન મેટ્રોનું લોકાર્પણ કરશે. તેઓ અહીં થલતેજથી વસ્ત્રાલના (Thaltej to Vastral ahmedabad metro) મેટ્રો રેલવેને લીલી ઝંડી આપશે. આ કાર્યક્રમ પછી 2 દિવસમાં જ નાગરિકો માટે મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટનો (ahmedabad metro project) કુલ ખર્ચ 12,000 કરોડ રૂપિયાથી (Ahmedabad Metro Train) વધુ થશે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ-નિકાસ પોઈન્ટ હશે.
આટલા સ્ટેશન હશે થલતેજથી વસ્ત્રાલ વચ્ચે 6.6 કિમી અન્ડરગ્રાઉન્ડ સેક્શન અને 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. 40 કિલોમીટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમ જ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમીટરનો થલતેજ ગામથી એપરલ પાર્ક (Thaltej to Vastral ahmedabad metro) સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે, જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કોરિડોરમાં 6.6 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન (ahmedabad metro project) છે, જેમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે.
આટલા દિવસમાં તૈયાર થયો પ્રોજેક્ટ 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં (ahmedabad metro project) કામગીરી કરવામાં આવી છે. વર્ષ 2014માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ અત્યાર સુધી કુલ 910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું છે. આ પ્રોજેક્ટમાં (ahmedabad metro train inauguration) કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ/નિકાસ પોઇન્ટ સામેલ છે.
રૂપિયા 5થી 25 સુધીની ટિકીટ, દિવ્યાંગો માટે ખાસ સુવિધા બંને કોરિડોરમાં ટિકિટનો દર અલગ અલગ સ્ટેશન માટે 5થી 25 રૂપિયાની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો (ahmedabad metro train inauguration) માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. તેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમ જ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.
પૂર્વ અને પશ્ચિમ કોરિડોરના સ્ટેશન થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરૂકૂળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસ પીસ્ટેડિયમ, જૂની હાઇકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ.
બીજા તબક્કામાં મેટ્રો ગાંધીનગર પહોંચશે રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું (ahmedabad metro project) વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર છે, જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે, જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.