ETV Bharat / city

અમદાવાદ: કોરોના દર્દીઓની અંતિમવિધિ માટે ભયજનક સ્થિતિ, સ્મશાનગૃહોમાં 4 થી 5 કલાકનું વેઈટિંગ

author img

By

Published : Nov 29, 2020, 10:59 PM IST

Updated : Dec 5, 2020, 12:52 PM IST

અમદાવાદના એસજી હાઈવે પર આવેલા થલતેજ સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. પરિવારજનોને ગુમાવનારા લોકોએ અંતિમ સંસ્કાર માટે વેઈટિંગમાં રહેવું પડે છે. હેરફેર માટે શબવાહિની સતત દોડી રહી છે. તો બીજી તરફ ઝડપથી મૃતદેહ ન મળતાં લોકો રોષે ભરાઇ તંત્ર વિરૂદ્ઘ આક્રોશ ઠાલવી રહ્યા છે.

અમદાવાદમાં કોરોના દર્દીઓની અંતિમવિધિ માટે ભયજનક પરિસ્થિતિ

  • અમદાવાદના સ્મશાનગૃહ થયા હાઉસફુલ
  • દરેક સ્મશાનગૃહમાં 5 થી 6 કલાકનું વેઇટિંગ
  • થલતેજ સ્મશાનગૃહમાં એક સાથે 7 થી 8 એમ્બ્યુલન્સમાં મૃતદેહો લવાયા
  • હોસ્પિટલમાં શબવાહિનીઓ પણ ખૂટી પડી

અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમણે જે રીતે હદ વટાવી છે તેમાં કોરોના મૃત્યુદર પણ ભયંકર રીતે વધવા પામ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસમાં ઉછાળો આવતા થલતેજ સ્મશાનગૃહમાં અગ્નિ સંસ્કાર માટે વેઇટિંગ લાગ્યું છે.

અમદાવાદ: કોરોના દર્દીઓની અંતિમવિધિ માટે ભયજનક સ્થિતિ, સ્મશાનગૃહોમાં 4 થી 5 કલાકનું વેઈટિંગ

સવારથી લોકોની લાંબી કતારો

થલતેજ સ્મશાનગૃહમાં એકસાથે સ્મશાનમાં 10 કરતા વધુ લોકોના અગ્નિ સંસ્કાર કરવાના છે જેથી લોકો અગ્નિસંસ્કાર માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેલા જોવા મળે છે. શબવાહિની દ્વારા સવારથી અત્યાર સુધી 5 મૃતદેહો લાવી દેવામાં આવ્યા છે. સ્મશાનગૃહોમાં 24 કલાક કામ ચાલુ છે અને ગાઈડલાઈન્સ પ્રમાણે અગ્નિસંસ્કાર આપવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ઝડપથી મૃતદેહો ન મળતા લોકો પણ રોષે ભરાયેલા જોવા મળે છે.

Last Updated : Dec 5, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.