અમદાવાદઃ ગુજરાતમાં કોરોના રસીકરણ 10 કરોડ પૂર્ણ (Ten Crore Vaccination in Gujarat)થવાની તૈયારીમાં છે. આ સિદ્ધિને વધાવવા માટે સાણંદ તાલુકાના સનાથલમાં રાજ્ય આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Rishikesh patel) કોવિડ-19 રસીકરણ મહાઅભિયાન અંતર્ગત 10 કરોડ ડોઝની ઊજવણી કરી હતી.
આ પણ વાંચોઃ Child Vaccination Update in Gujarat : રાજ્યમાં હજુ 8 લાખથી વધુ બાળકો રસીકરણથી વંચિત, સરકારનું આયોજન ફેઇલ ?
કોરોના મહામારીથી બચવા રસીકરણ ઝડપી બનાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ફ્રી રસીકરણ આપવાની આગવી પહેલ કરી હતી. જેમાં ગુજરાતમાં કોવિડ -19 મહામારીથી બચવા માટે રસીકરણ ઝડપી બનાવ્યું હતું. જે આજે દેશના 10 લાખથી વધારે વસતીવાળા રાજ્યોમાં 10 કરોડનું રસીકરણ (Ten Crore Vaccination in Gujarat ) પૂર્ણ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ Corona In Gandhinagar: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 મેડિકલકર્મી કોરોના પોઝિટિવ, રસીના બંને ડોઝ લીધા હતા
ઝડપી રસીકરણ કરવા બદલ આભાર -ઋષિકેશ પટેલ
આરોગ્યપ્રધાન કોરોના મહામારીમાં અને રસીકરણ ઝડપી કરવા બદલ હેલ્થ વર્કરો, નર્સો, વહીવટી કર્મચારીઓ, કલેકટર, PHC, CSC કર્મચારીઓ, ડોકટરો આશાવર્કર બહેનોનો આભાર (Health Minister Rishikesh patel) વ્યક્ત કર્યો હતો.રાજ્યમાં ઝડપી રસીકરણ થવાથી કોરોનાની ત્રીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ નથી. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુઆંક પણ ઓછો જોવા મળી આવ્યો છે. ખાસ કરીને રાજ્યમાં 10 કરોડ ડોઝની નજીક પહોંચવું એ ગુજરાત માટે (Ten Crore Vaccination in Gujarat) ગૌરવની વાત કહેવાય.