અમદાવાદ: રાજ્યમાં શૈક્ષણિક સંઘ દ્વારા કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા એ પ્રશ્નોને લઈને હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી શૈક્ષણિક સંઘ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તમામ શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12 મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
મૂલ્યાંકન રદ કરવાની ધમકી આપી - ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ પેપર મૂલ્યાંકનનો બહિષ્કાર(Boycotted paper evaluation) કર્યો હતો અને ધોરણ 10 અને 12 માટે કેન્દ્રીય મૂલ્યાંકન રદ કરવાની ધમકી આપી(Threatening to cancel the assessment) હતી. શિક્ષક સંઘે માંગણી કરી હતી કે પડતર પ્રશ્નોમાંથી એક પણ ઉકેલવામાં નહીં આવે.
આ પણ વાંચો: ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગોને લઈને સંઘ કરી રહ્યું છે રજુઆત - આ દરમિયાન સંઘ દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ વણઉકેલાયેલી છે. જો પ્રશિક્ષકો હવે મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ ન થાય તો તેનો શૈક્ષણિક પ્રણાલી પર નોંધપાત્ર પ્રભાવ પડી શકશે. સંઘે તમામ શિક્ષકોને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું સંચાલન ન કરવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા(Teachers raising voice against government) છે ત્યારે આગામી સમયમાં સરકાર કે સંઘ શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું.