ETV Bharat / city

અમદાવાદમાં ચાની કીટલી-પાનના ગલ્લા બંધ - Solid Waste Management

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગઈકાલે શનિવારે પાનના ગલ્લા અને ચાની કીટલીઓ બંધ કરાવવામાં આવી હતી.

અમદાવાદમાં ચાની કીટલી-પાનના ગલ્લા બંધ
અમદાવાદમાં ચાની કીટલી-પાનના ગલ્લા બંધ
author img

By

Published : Apr 11, 2021, 4:34 PM IST

  • અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્ણય
  • કોરોનાના કેસ વધતા ચાની કીટલી-પાનના ગલ્લા કરાયા બંધ
  • 200 ટીમ બનાવી કરવામાં આવી રહી છે કાર્યવાહી

અમદાવાદઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો આદેશ કરવામાં આવ્યો છે કે, જ્યાં સુધી અન્ય આદેશ ના થાય ત્યાં સુધી શહેરમાં ચાની કીટલી અને પાનના ગલ્લાઓ બંધ રહેશે. જો, કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમના એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

હર્ષદ સોલંકી
હર્ષદ સોલંકી

શાકભાજી તેમજ અન્ય માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે પબ્લિક એનાઉન્સમેન્ટ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, જેને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર જગ્યાઓ ઉપર જ્યાં સૌથી વધુ ભીડ જોવા મળે છે તે એકમોને બંધ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર સૌથી વધુ લોકોની ભીડ જોવા મળે છે, જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો વધુ રહેલો છે. શહેરમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા હવે આ એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજી માર્કેટમાં જે ભીડ થાય છે ત્યાં પણ દરેક ઝોનમાં અલગ-અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો ત્યાં ભીડ જણાશે અથવા કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતુ દેખાશે તો ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની શહેરમાં 200 ટીમ ચેકિંગ કરી રહી છે.

અમદાવાદમાં ચાની કીટલી-પાનના ગલ્લા બંધ

આ પણ વાંચોઃ અમદાવાદમાં શનિ-રવિ બધા મોલ અને થિયટર્સ બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રએ લીધો નિર્ણય

સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીએ શું જણાવ્યું?

આ અંગે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર સોલંકીએ જણાવ્યું કે, કોરોનાના કેસ વધતા આ આકરા પગલાં લેવા જરૂરી બન્યાં છે, તેમજ શાકભાજી માર્કેટમાં પણ તપાસ માટે ટીમ કામગીરી કરશે. શહેરમાં લોકો માસ્ક અને કોવિડ ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરે તે માટે 200 ટીમ કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 19 વિસ્તારોનો ઉમેરો કરાતા કુલ આંકડો 281 પર પહોંચ્યો

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ

અમદાવાદમાં કોરોનાના દરરોજ 1400થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, જ્યારે મૃતકઆંક પણ વધ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરમાં કોરોના કેસ વધતા કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.