- 175 કિલોમીટરની સ્પીડથી ટકરાશે વાવાઝોડું
- રાજ્યમાં GREAT DANGEROUS પણ આપી દેવામાં આવ્યું છે
- હવામાન વિભાગે આ વાવાઝોડાને અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન જાહેર કર્યું છે
અમદાવાદઃ રાજ્યમાં દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાઓમાંથી દોઢ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે છે. રાજ્યભરમાં NDRFની 44થી વધુ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે, સાથે જ SDRFની પણ સૌથી વધુ ટીમને સ્ટેન્ડબાય કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ નવસારીમાં કાંઠાના 16 ગામોમાંથી 1 હજાર લોકોના સ્થળાંતરની તૈયારી શરૂ
સોમનાથ વેરાવળથી 260કિમી વાવાઝોડું દૂર છે
ચક્રવાતી વાવાઝોડું તૌકતે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશામાં 6 કલાકથી આશરે 15કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, તો આ વાવાઝોડું મુંબઈને પશ્ચિમથી 150 કિલોમીટર દીવના દક્ષિણથી 220 કિલોમીટર, તો વેરાવળ દરિયાના દક્ષિણ પૂર્વ દિશાથી 260 કિલોમીટર દૂર છે. આજે રાત્રે મોડી સાંજે 8થી 11ક્લાક દરમિયાન 165ની તીવ્રતાથી પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી પસાર થાય તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે.
![તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે તૌકતે વાવાઝોડુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-07-cyclone-video-rtu-story-7209520_17052021131706_1705f_1621237626_908.jpg)
જાફરાબાદ બંદર પર 10, ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે
વાવાઝોડાની અસર દરિયાકાંઠે ઉછળતા મોજા રૂપે જોવા મળી રહી છે, તો બરાબર જાફરાબાદ બંદર પર 10, ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ બંદર વિસ્તારમાં વધુ અસર થાય તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લાના સરકારી કર્મચારીઓની રજા રદ
રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને સલામત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે
દરિયાકિનારા પર 4 નંબરનું સિગ્નલ હટાવી હવામાન વિભાગ દ્વારા 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જેથી બહારથી આસપાસ પસાર થશે. તે અંગેની તમામ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને સલામત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.