અમદાવાદમાં સમરાગા ફેસ્ટિવલની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવશે. જેમાં નામી અને દિગ્ગજ ક્લાકરો તેમની કલા રજૂ કરશે. શાસ્ત્રીય સંગીતની વાત હોય અને ઉસ્તાદ ઝાકીર હુસૈન ખાન જેવા ક્લાકરો પરફોર્મન્સ કરવાના હોય તો તે સમય દરેક માટે ખાસ થઈ જાય છે. સમરાગા ફેસ્ટિવલમાં ઉસ્તાદ ઝાકિર હુસૈન ખન્ના તબલાંની થિરકન સાથે સમયની સાંજને સંગીતમય બનાવશે.
ઉસ્તાદ અલ્લારખાના 100 વર્ષના સેલિબ્રેશનના ભાગ રુપે સમરાગા ફેસ્ટિવલની ઉજવણી 2 દિવસ સુધી કરવામાં આવશે. જેમાં 9 અને 10 ડિસેમ્બરે શાસ્ત્રીય સંગીત પરના પરફોર્મન્સ રાતે 8 વાગે શ્રેયસ ફાઉન્ડેશન એમફીથિયેટર અમદાવાદ ખાતે યોજવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ સુવિખ્યાત ઉસ્તાદ ઝાકીર હુસૈન અને તૌફિક કુરેશીની જુગલબંધી જોવા મળશે. ઉપરાંત કાર્યક્રમમાં નામી કલાકારો પરફોર્મન્સ કરશે.