- ટેકસ નહિ ભરનાર સામે તંત્રની લાલ આંખ
- ડિફોલ્ટરની મિલકતો કરાઈ સીલ
- ટેક્સ નહિ ભરનારના પાણી કનેક્શન કટ કરાશે
અમદાવાદ : દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે, વેજલપુર, મકતમપુરામાં 22 દિવસમાં કુલ 378 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. સાથે જ પ્રોપર્ટી ટેક્સ નહિ ભરનાર ડિફોલ્ટરની મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવશે. બીજી તરફ ટેકસ નહીં ભરનારની મિલકતોને જપ્ત કરી ટાંચમાં લઈને હરાજી તથા વેચાણ જેવી કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.
22 દિવસમાં કુલ 378 મિલકત સીલ કરી
મિલકતવેરો નહિ ભરનારા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. AMCએ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયામાં 5 મિલકતો અને ઘાટલોડિયામાં પણ 5 મિલકતો સીલ કરી કરી હતી. કુલ મળીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 10 મિલકતોને સીલ કરવામાં આવી છે. તો પશ્ચિમ ઝોનના જુના વાડજ, એલિસબ્રિજ વોર્ડમાં 8 મિલકતોને સીલ કરી હતી. ઉપરાંત પશ્ચિમ ઝોનમાં 4 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે, વેજલપુર, મકતમપુરા વગેરે વિસ્તારમાં, પ્રોપર્ટી ટેક્સ નહિ ભરતા 22 દિવસમાં કુલ 378 મિલકતો ટેક્સ વિભાગે સીલ કરી કડક કાર્યવાહી કરી છે.