ETV Bharat / city

અમદાવાદીઓ ચેતજો! કોરોનાની સાથે વધી રહ્યા છે સ્વાઈન ફ્લૂના કેસ - અમદાવાદમાં પાણીજન્ય રોગમાં વધારો

અમદાવાદમાં કોરોનાની સાથે સાથે સ્વાઈન ફ્લૂ (Swine flu cases in Ahmedabad) અને પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો (water borne epidemics increased in Ahmedabad) આવ્યો છે. શહેરમાં માત્ર 8 જ દિવસમાં સ્વાઈન ફ્લૂના કેસ ચાર ગણા વધી ગયા છે.

અમદાવાદીઓ ચેતજો! કોરોનાની સાથે વધી રહ્યા છે સ્વાઈન ફ્લૂના કેસ

author img

By

Published : Aug 10, 2022, 10:33 AM IST

અમદાવાદઃ એક તરફ તહેવાર આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેર રોગચાળાના ભરડામાં (Epidemic in Ahmedabad) સપડાતું જઈ રહ્યું છે. શહેરમાં સ્વાઈન ફ્લૂ (Swine flu cases in Ahmedabad) અને પાણીજન્ય રોગોમાં ધરખમ ઉછાળો (water borne epidemics increased in Ahmedabad) જોવા મળી રહ્યો છે. તો આવો રોગચાળા પર કરીએ એક નજર.

મહિનાની શરૂઆતમાં જ કેસ ચાર ગણા થયા - શહેરમાં છેલ્લા 8 દિવસમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક (Swine flu cases in Ahmedabad) ઉછાળો આવ્યો છે. જોકે, આ પહેલા જુલાઈ મહિનામાં માત્ર સ્વાઈન ફ્લૂના 30 કેસ નોંધાયા હતા. જ્યારે ઓગસ્ટ મહિનાના માત્ર 8 દિવસની અંદર જ આ કેસની સંખ્યા વધીને 120 થઈ ગઈ છે. તેમાં પણ પશ્ચિમ વિસ્તારના બોડકદેવ, જોધપુર, નવરંગપુરા અને પાલડીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે, આ વખતે 6થી 15 વર્ષ અને 56 વર્ષથી વધુ વયના લોકો આ રોગનો વધુ ભોગ બની રહ્યા છે.

આ પણ વાંચો- લગ્નના 54 વર્ષ બાદ ઘરમાં ગુંજી ઉઠી કિલકારી, 70 વર્ષની ઉંમરે બન્યા માતા

ટેસ્ટિંગ ઘટ્યું - આપને જણાવી દઈએ કે, છેલ્લા 2 વર્ષમાં કોરોનાના કારણે (Corona Cases in Ahmedabad) સ્વાઈન ફ્લૂનું ટેસ્ટિંગ જ નહતું થતું. ડોક્ટર્સના મતે, કોરોના અને સ્વાઈન ફ્લૂના લક્ષણ એક સરખા છે. એટલે કોઈ પણ દર્દી નિદાન માટે જાય તો પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવે છે અને તેનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરવામાં આવે છે. એટલે સંખ્યા વધી હોવાનું મ્યુનિસિપલનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે.

આ પણ વાંચો-એક દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસીસ વધતા, AMC આવ્યું હરકતમાં

ચોમાસું શરૂ થતા જ રોગચાળો વધ્યો - શહેરમાં ચોમાસાના કારણે અત્યાર સુધી ઝાડા-ઊલટીના 312, કમળાના 71 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિના કરતા આ વર્ષે આ કેસમાં દોઢ ગણો વધારો થયો છે. તો આ તરફ છેલ્લા 24 કલાક દરમિયાન સોલા સિવિલમાં 4 અને સિવિલમાં 2 બાળકોને સ્વાઈન ફ્લૂ થતા દાખલ કરાયા હતા. અત્યારે 8 દર્દીઓ સારવાર હેઠળ છે. જે દર્દીઓ દાખલ કરાયા છે. તેમની ઉંમર 10 વર્ષથી ઓછી છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 12 દર્દી સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.