ETV Bharat / city

ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી,શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ - shaktisinh gohil

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે જેને કારણે હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ રહી છે. અમદાવાદની SVP હૉસ્પિટલ કે અન્ય હોસ્પિટલોમાં વેન્ટીલેટર કે બેડની સુવિધા ના હોવાની પણ બુમરાણ ઉઠી રહી છે. એવામાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી,શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ

author img

By

Published : Apr 7, 2021, 6:23 PM IST

  • ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી
  • કોરોના મહામારીમાં ગુજરાતના લોકોની મુશ્કેલીને દૂર કરવા સાથે મળીને કામ કરીએ- શક્તિસિંહ ગોહિલ
  • શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ
  • દિલ્લી હાઇકોર્ટેની ટકોર અંગે પણ આપી પ્રતિક્રિયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. કોરોના મહામારીને ગુજરાત સરકાર ગંભીરતાથી લઇને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે. નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે, રાજ્યસભા સાંસદે વધુમાં કહ્યુ કે, ગુજરાતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને આપણા સૌ માટે ખુબ મોટો ચિંતાનો વિષય છે. 6 એપ્રિલે ઘણા બધા લોકો તરફથી ફોન આવ્યા કે અમારે વેન્ટીલેટરની જરૂર છે ICU બેડની જરૂર છે.

1200 બેડમાંથી આઇસીયુ બેડ માત્ર 300 જ છે

અમદાવાદમાં સરકારની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ કોરોના માટે કરી છે, તેમાં કે અન્ય પ્રતિષ્ઠિત પ્રાઇવેટ હોસ્પિટલમાં આઇસીયુ બેડ કે વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. એટલે હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે લોકોના જીવનથી મોંઘુ કશું જ નથી. આપણે તાત્કાલીક જે નાગરિકો તકલીફમાં છે જેમને વેન્ટીલેટરની જરૂર છે, આઇસીયુ બેડની જરૂર છે. તેમને વ્યવસ્થા આપવી જોઇએ. આ માટે તાત્કાલીક વ્યવસ્થા ગોઠવાવી જોઇએ. સરકારે 1200 બેડની કોવિડ હોસ્પિટલનો દાવો કર્યો છે, તે 1200 બેડમાંથી આઇસીયુ બેડ માત્ર 300 જ છે. આ હોસ્પિટલમાં અનેક ફરિયાદો મળે છે, માટે ત્યા જે વ્યવસ્થા છે તેમાં માત્ર અવ્યવસ્થા હોય તેમ લાગી રહ્યુ છે.

ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી
આ પણ વાંચોઃ ઓક્સિજન સિલિન્ડરની અછતના કારણે પ્રોડક્શન વધારવા માટે કરાઈ રજૂઆત

વેક્સીન દેશવાસીઓને આપવામાં આવી હોત તો ફાયદો થતો

શક્તિસિંહ ગોહિલે કોરોના વેક્સીનેશન અંગે કહ્યુ કે, દિલ્હીની હાઇકોર્ટે મોટી ચિંતા વ્યક્ત કરીને કહ્યુ હતું કે, આપણી પાસે જ્યારે કોરોનાની વેક્સીન ઉપલબ્ધ છે તો દેશ વાસીઓને તાત્કાલીક વેક્સીન આપવી જોઇએ. બહાર આપણે વેચવા કે દાન કરવા જઇ રહ્યા છીએ અને દેશના નાગરીકો વેક્સીન વગર રહે તે બરાબર નથી. જ્યારે તંત્રએ કહ્યુ કે, દિલ્હી હાઇકોર્ટની સલાહને માની હોત તો પુર જોશમાં વેક્સીનેશન બહાર આપવાની જગ્યાએ વેક્સીન જો દેશવાસીઓને આપી હોત તો કદાચ ફાયદો થયો હોત.

કોરોના મહામારીમાં નાગરિકોને ભગવાન ભરોસે ના છોડી શકાય

હું ગુજરાતના મુખ્ય પ્રધાનને વિનંતી કરીશ કે જરૂર પડે તો વડાપ્રધાન સાથે વાત કરો અને કોરોના મહામારીમાં નાગરિકોને ભગવાન ભરોસે ના છોડી શકાય. કોઇ રાજકીય નહી દિલની વેદના સાથે વિનંતી કરૂ છું, સતત લોકોના ફોન આવી રહ્યા છે અને લોકોની મુશ્કેલીના સમયે આવો આપણે સાથે મળીને કેમ ગુજરાતના લોકોની મુશ્કેલીને દૂર કરી શકાય તેની ચિંતા કરીએ. શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે, કોરોનાની મહામારીને સરકાર ગંભીરતાથી લઈને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે અને ભારત સરકાર પાસેથી જરૂરી મદદ મેળવે પરંતુ નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે.

આ પણ વાંચોઃ વડોદરામાં રેમડીસીવર ઈન્જેક્શનોની અછત સર્જાતા વેપારીએ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.