અમદાવાદ : ગુજરાતમાં 4,000 થી વધુ શાળાના વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, તેઓ કોવિડ-19 પછીના તેમના ભવિષ્યના અભ્યાસ અંગે ચિંતિત છે. અન્યત્ર સ્થાનાંતરિત થવાની બાબતને લઇને પણ તણાવ અનુભવી રહ્યા છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં કાર્યરત બિન-લાભકારી ટ્રસ્ટ ક્વેસ્ટ એલાયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણ, કોવિડ-19 એ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને કેટલી હદે અસર કરી છે તે સમજવાનો હેતુ હતો. આ સર્વેમાં ગુજરાત સહિત 11 રાજ્યો માંથી 13થી 15 વર્ષની વયજૂથના લગભગ 22,000 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા.
શાળાઓમાં સર્વે હાથ ધરાયો - સર્વેક્ષણમાં ગુજરાત સહિત 11 રાજ્યોમાંથી 13થી 15 વર્ષની વય જૂથના લગભગ 22,000 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા, જ્યાં ઉત્તરદાતાઓની સંખ્યા લગભગ 4,000 જેટલી હતી. ક્વેસ્ટ એલાયન્સના માધ્યમિક શાળા કાર્યક્રમના એસોસિયેટ ડિરેક્ટર નેહા પાર્થીએ જણાવ્યું હતું કે, “આ નુકસાનને કારણે આજીવિકાને અસર થઈ હતી. એકંદરે, 19 ટકા બાળકોએ સ્વીકાર્યું કે તેમની કુટુંબની આવકમાં ઘટાડો થયો છે. જો કે, ગુજરાતમાં આ સંખ્યા ઘણી વધારે હતી, જ્યાં 4,100 ઉત્તરદાતાઓમાંથી 49 ટકાએ દાવો કર્યો હતો કે પરિવારના સભ્ય ગુમાવવાને કારણે તેમની કૌટુંબિક આવક પર અસર પડી હતી.
કોરોના બાદ શિક્ષણ ચિંતાનો વિષય - આ સર્વેમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે ઓછી કૌટુંબિક આવકને કારણે બાળકોના દૂધ અને પ્રોટીનયુક્ત ખોરાક જેવા પૌષ્ટિક ખોરાકના સેવનને અસર થાય છે. 11 રાજ્યોમાં કુલ ઉત્તરદાતાઓમાંથી 12 ટકાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે 29 ટકાની સરખામણીએ પોષક આહારનું પ્રમાણ ઓછું થયું છે. “અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગુજરાતના છોકરા-છોકરીઓમાંના 40 ટકાથી વધુ ઉત્તરદાતાઓ ભવિષ્યના અભ્યાસ અંગે ચિંતિત હતા. તે દર્શાવે છે કે 7.58 ટકા પરિવારોને લાગે છે કે તેઓએ ભવિષ્યમાં કામની તકો માટે સ્થળાંતર કરવું પડશે.