અમદાવાદ: સુરેન્દ્રનગરના પૂર્વ IAS કે. રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ED દ્વારા ટ્રાન્સફર વોરંટના(Transfer warrant through ED) આધારે તેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં(Ahmedabad District Court) રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ IAS કે.રાજેશના રિમાન્ડ મંજૂર થયા
રાજેશના બેંકના ખાતાની પૂછપરછ કરવા માટે થઈને રિમાન્ડ જોઈએ છે - જે પણ રકમ જમીન કૌભાંડ મામલાને લઈને ED દ્વારા પૂછપરછ કરવામાં આવતા ગઈકાલે ટ્રાન્સફર વોરંટ જારી કરીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેને લઈને આજે કે. રાજેશને સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી. કેમ કે રાજેશના બેંકના ખાતામાં જે પણ રકમ છે, તે ક્યાંથી આવી છે અને કઈ રીતે આવી છે, તેમાં કોનો હાથ છે? એ બાબતે પૂછપરછ(Bank account enquiry) કરવા માટે થઈને રિમાન્ડ જોઈએ છે.
ઘણી બધી ફરિયાદો છે કે, જેમાં તપાસ કરવાની બાકી - CBI દ્વારા જે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. એમાં તેમના વિરુદ્ધ ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા છે. એવી ઘણી બધી ફરિયાદો છે કે, જેમાં તપાસ કરવાની બાકી છે અને એવી પ્રોપર્ટી પણ છે કે જેમાં કે રાજેશની વિરુદ્ધ પુરાવા પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો: K Rajesh in judicial custody : પૂર્વ IAS કે. રાજેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં
બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત, જે રિમાન્ડ માગવામાં આવ્યા છે. તે તદ્દન અયોગ્ય - આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને સરકારી વકીલ તરફથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, તો બીજી તરફ કે. રાજેશના બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તમામ બાબતો અને મુદ્દાની પૂછપરછ થઈ ગઈ છે .આટલી બધી પૂછપરછ કરવા છતાં પણ કોઈ પુરાવા આજ સુધી એમને હાથ લાગ્યા નથી. એટલું જ નહીં ,સમગ્ર મામલે પૂછપરછ થઈ ગયા હોવા છતાં પણ જે રિમાન્ડ માગવામાં આવ્યા છે. તે તદ્દન અયોગ્ય છે. ગ્રામીણ કોર્ટ દ્વારા બન્ને પક્ષોની દલીલો સાંભળીને કે. રાજેશના 10 ઓગસ્ટ 2022સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.