- કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર રાવતે કરી બે પિટિશન
- કોર્પોરેશનમાં એક વાર્ડ એક બેઠક હોવી જોઈએ
- ગુજરાત સરકારને 24 નવેમ્બર સુધી જવાબ રજૂ કરવા કહેવાયું
અમદાવાદઃ કોંગ્રસને પ્રવક્તા નરેન્દ્ર રાવલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક વાર્ડ એક બેઠકની માંગ સાથે પિટિશન કરી છે. જેની સુનાવણીમાં સામે સિનિયર કાઉન્સીલ કપિલ સીબલે લેખિત ઓબજેક્શન/વાંધો લઈ અને પત્ર આપ્યો અને દલીલ કરી કે આ પિટિશન ચૂંટણી માટે મહત્વની પિટિશન જેમાં સીમાંકન સહિત એકથી વધુ મુદ્દાઓ સામેલ છે. જ્યારે જૂની 2015ની પીટીશનની તો ફક્ત સુનાવણી જ બાકી છે, તો ફાઇનલ સુનાવણી કરવા દલીલ કરી હતી. જે બાબતની દલીલ વ્યાજબી ગણી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 24 નવેમ્બર સુધીમાં જવાબ આપે કે ના આપે ફાઇનલ સુનાવણી થશે, તેમ જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં 24 નવેમ્બરે આખરી સુનાવણી
સુપ્રીમ કોર્ટે દ્વારા કપિલ સીબલની ધારદાર, વ્યાજબી દલીલને ધ્યાનમાં લઈ અને કેસની ગંભીરતાને જોતાં આ બાબતે દિવાળી વેકેશનન પછી બીજા વીકમાં કેસની સુનવણીની તારીખ 24 નવેમ્બર ફિક્સ કરવામાં આવશે અને આખરી સુનાવણી કરશે. તેવો ઓર્ડર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનની ચૂંટણી પહેલા નિર્ણય આવે તેવી અપેક્ષા
કોંગ્રેસ પ્રવકતા નરેન્દ્ર રાવતે જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા નિર્ણય આવે તેવી અપેક્ષા છે. ગુજરાત સરકાર દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ કે દલીલ કરવાને બદલે સુનાવણી પાછી ઠેલવવાનો પ્રયત્નને સખત શબ્દોમાં વખોડું છું અને ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ભાજપ એક વોર્ડમાં ચાર બેઠકોની સીસ્ટમથી સહેલાઈથી ચૂંટણી જીતી શકે છે. 25 વર્ષની આ સિસ્ટમ ચાલુ રાખવા કોર્ટમાં કેસ ન ચાલે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી ચૂંટણી જીતી શકે છે.