અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ધ્યાને રાખી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વકીલોને જારી કરવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના લોકડાઉનની પરિસ્થિતિના સમયે વકીલ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જ્યારે જજ સમક્ષ હાજર થાય છે. ત્યારે પ્લેન વાઈટ શર્ટ, સફેદ સલવાર કમીઝ, અથવા સફેદ સાડી સાથે વાઈટ નેક બેન્ડમાં એપિયર થવાનો નિર્દેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદામાં તમામ હાઈકોર્ટ, ફોરમ, કમિશન, સહિત તમામ પ્રકારના ફોરમમાં કોરોના સંકટ સમયમાં કોટ, ગાઉન કે રોબ નહિ પહેરવામાંથી હંગામી ધોરણે છૂટ આપી છે. કોરોના વાઈરસને લગતી જાહેર ચેતવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.