ETV Bharat / city

GTU દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) તરફથી સમર 2019 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ટના સાડા ચાર લાખ વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા મે અને જુનમાં લેવાશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 23, 2019, 8:11 AM IST

GTUના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડૉ નવીન શેઠેઆ માહિતી આપતા કહ્યું હતું કે,100થીવધુ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવશે. CCTV રેકોર્ડિંગ રોજે-રોજ મંગાવી તેની મદદથી તમામ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે. પાંચેય ઝોનમાં સ્થાનિક ચેકીંગ સ્ક્વોડ ઉપરાંત ખાસ ફ્લાઈંગ સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા તમામ સેન્ટરોમાં કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ અને રીપીટર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. GTUના ઇતિહાસમાં કદી પણ પેપર ફૂટવાની ઘટના બની નથી. આનું કારણ એ છે કે પ્રશ્નપેપરો સીડી મારફતે મોકલવામાં આવે છે અને ભવિષ્યમાં તે ઓનલાઇન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. સીડી વડે પેપર મોકલવાની વ્યવસ્થા ફુલપ્રુફ હોવાથી પેપર ફૂટવાની સમસ્યા રહેતી નથી.

R_GJ_AHD_11_22_MARCH_2019_GTU_EXAM_STORY_YASH_UPADHYAY_AHD

જીટીયુ સમર 2019 પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો 

એકસોથી વધુ સેન્ટરોમાં સાડા ચાર લાખ વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા મે-જૂનમાં લેવાશે

અમદાવાદ.....

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી સમર 2019 પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ટના  સાડા ચાર લાખ વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા મે-જુનમાં લેવાશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ક્લોઝ સર્કિટ ટીવી(સીસીટીવી) કેમેરાથી સુસજ્જ એકસોથી વધુ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવશે. સીસીટીવી રેકોર્ડિંગ રોજે-રોજ મંગાવી તેની મદદથી તમામ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે. પાંચેય ઝોનમાં સ્થાનિક ચેકીંગ સ્ક્વોડ ઉપરાંત ખાસ ફ્લાઈંગ સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા તમામ સેન્ટરોમાં કરવામાં આવી છે. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ અને રીપીટર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જીટીયુના ઇતિહાસમાં કદી પણ પેપર ફૂટવાની ઘટના બની નથી. આનું કારણ એ છે કે પ્રશ્નપેપરો સીડી મારફતે મોકલવામાં આવે છે અને ભવિષ્યમાં તે ઓનલાઇન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. સીડી વડે પેપર મોકલવાની વ્યવસ્થા ફુલપ્રુફ  હોવાથી પેપર ફૂટવાની સમસ્યા રહેતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.