ETV Bharat / city

અમદાવાદીઓ માટે નવું નજરાણું, સાબરમતીમાં હવે પરિવાર સાથે ફરી શકાશે બોટમાં

ગુજરાતીઓ રજાના દિવસે હરવા-ફરવા અને મનોરંજન માટે અવનવી જગ્યાએ શોધતા હોય છે, ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ મનોરંજન અને પ્રવાસનના ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ રજાઓના દિવસોમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ગાર્ડન, મેદાન, સાઈકલિંગ અને બોટીંગની સુવિધા અહીં ઉપલબ્ધ છે. જેમાં હવે નવું નજરાણું ઉમેરાયું છે. અહીંયા ફરવા આવનારા લોકો પોતાના પરિવાર સાથે બોટમાં ફરી શકશે.

ETV BHARAT
સાબરમતીમાં હવે પરિવાર સાથે ફરી શકાશે બોટમાં
author img

By

Published : Jan 18, 2021, 9:24 PM IST

  • સાબરમતી રિવરફ્રન્ટમાં આવી બોટ
  • બોટમાં 60 વ્યક્તિઓ બેસી શકશે
  • 19 જાન્યુઆરીએ થશે શરૂ
    સાબરમતીમાં હવે પરિવાર સાથે ફરી શકાશે બોટમાં

અમદાવાદ: ગુજરાતીઓ રજાના દિવસે હરવા-ફરવા અને મનોરંજન માટે અવનવી જગ્યાએ શોધતા હોય છે, ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ મનોરંજન અને પ્રવાસનના ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ રજાઓના દિવસોમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ગાર્ડન, મેદાન, સાઈકલિંગ અને બોટીંગની સુવિધા અહીં ઉપલબ્ધ છે. જેમાં હવે નવું નજરાણું ઉમેરાયું છે. અહીંયા ફરવા આવનારા લોકો પોતાના પરિવાર સાથે બોટમાં ફરી શકશે.

મુંબઈથી લાવવામાં આવી બોટ

એક ખાનગી કંપની દ્વારા મુંબઈથી અમદાવાદ ખાતે બોટ લાવવામાં આવી છે. જે એલિસબ્રિજ અને ગાંધીબ્રિજ વચ્ચે સહેલાણીઓને સફર કરાવશે.જેનું વ્યક્તિ દીઠ ભાડું 200 રૂપિયા જેટલું હશે. 19 જાન્યુઆરીએ આ સુવિધા લોકો માટે ઉપલબ્ધ થશે. શરૂ થનારી આ બોટમાં 60 પેસેન્જર બેસી શકશે. આ માટે વલ્લભસદન પાસે જેટી પણ બનવાઈ છે અને આ જ સ્થળે ખાનગી કંપનીનું બુકિંગ સ્ટેશન પણ આવેલું છે.

પેસેન્જરો માટે સુરક્ષા

પેસેન્જરો માટે બોટની અંદર સુરક્ષા જેકેટ રાખવામાં આવ્યા છે. અનુભવી તજજ્ઞ દ્વારા જ આ બોટ ચલાવવામાં આવશે. રજાઓના દિવસોમાં રિવરફ્રન્ટ પર લોકોનો ધસારો જોઈને બોટને સારો પછી પ્રતિસાદ મળે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.