- ધન્વંતરી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈ સિનિયર ડોક્ટર ન હોવાથી તમામ જવાબદારી વિદ્યાર્થીઓ માથે આવી હતી
- PPE કીટ પહેરી આવી દર્દીના સ્વજને 5 વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો
- DRDO ની હોસ્પિટલ હોવા છતાં રાત્રે હુમલો થતા કોરોનામાં ડ્યુટી કરતા વિદ્યાર્થીઓ ગભરાયા
- વિદ્યાર્થીઓની પોલીસને રજૂઆત બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી
અમદાવાદઃ કેન્દ્ર સરકારના DRDO વિભાગ અને રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદના GMDC કન્વેનશન સેન્ટર ખાતે શરૂ થયેલી 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટીની પોલમપોલ સામે આવી છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા જુનિયર ડોકટરો એટલે કે બી.જે.મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે દર્દીના સગાઓએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. ત્યારે હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે વિદ્યાર્થીઓની 4 માગ નહીં સ્વિકારાય ત્યાં સુધી કોરોના ડ્યુટીથી અળગા રહેશે.
આ પણ વાંચોઃ કોર્સ પૂરો થતાં પહેલાં એજ્યુકેશન લોનની આખી રકમ ચૂકવાય તો વ્યાજ વસૂલી શકાય નહીંઃ કન્સ્યૂમર કૉર્ટ
29 એપ્રિલે રાત્રે 2 કલાકે વિદ્યાર્થીઓ કોરોના વોર્ડમાં ફરજ પર હતા
આ ઘટનાની વાત કરીએ, તો 29 એપ્રિલે રાત્રે 2 કલાકે વિદ્યાર્થીઓ કોરોના વોર્ડમાં ફરજ પર હતા. ત્યારે તેમના પર હિંસક હુમલો થયો હતો. જેમાં દર્દીના સ્વજને પીપીઈ કીટ પહેરીને 5 જેટલા ડોકટરો પર હુમલો કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સિક્યોરિટી, ઓકોમોડેસન, ટ્રાન્સપોર્ટેશનની માંગ કરવામાં આવી છે. જ્યારે જ્યાં સુધી તેમની માગ નહી સ્વિકારાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થી કોરોન ડ્યુટી નહિ કરે.
આ પણ વાંચોઃ મેડિકલ વેસ્ટ કોવિડ હોસ્પિટલની બહાર ફેંકવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા
વિદ્યાર્થીઓ 14 કલાક કોરોના ડ્યુટી કરે છે, સિક્યોરિટી કેમ નથી?
આ મામલે વિદ્યાર્થીઓ 14 કલાક કોરોના ડ્યુટી કરે છે, તો તેમને કેમ સિક્યોરિટી આપવામાં નથી. જ્યારે DRDO હોસ્પિટલમાં આટલો પોલીસ બંદોબસ્ત હોવા છતાં ડોકટરો પર કેવી રીતે હુમલો થાય છે એ પણ મહત્વનું છે. ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું.