- રાજકીય અને સરકારી કાર્યક્રમો અંગે ગુજરાતની જનતાના આકરા પ્રતિભાવ
- પરિસ્થિતિને આધીન કાર્યક્રમો રદ કરવાની સામાન્ય લોકોએ કરી માગ
- મેડિકલ સવલત ઉભી કરવાની કરી માગ
અમદાવાદ- ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા યુદ્ધના ધોરણે વધારી છે. સરકાર જનતાને સતત અપીલ કરી રહી છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, ભીડભાડમાં ન જવું. પણ આ નિયમોનું પાલન જનતા પાસે જ કરાવાઈ રહ્યું છે. સરકાર તેમના તમામ કાર્યક્રમો રાબેતા મુજબ કરી રહી છે.
પરિસ્થિતિને આધીન કાર્યક્રમો રદ કરવાની સામાન્ય લોકોએ કરી માગ એક તરફ સામાન્ય જનતા હેરાન પરેશાન, બીજી તરફ સ્પીકર કોન્ફરન્સગુજરાતના કેવડિયા કૉલોની ખાતે 25-26 નવેમ્બર એમ બે દિવસ ઑલ ઈન્ડિયા સ્પીકર કોન્ફરન્સ થવા જઈ રહી છે. 33 રાજ્યોના સ્પીકર્સ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. ગુજરાતના સીએમ, ડેપ્યુટી સીએમ અને રાજ્યપાલ પણ ભાગ લેશે. જો કે આ કોન્ફરન્સમાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન થશે, એવું માની લઈએ. તાજેતરમાં અમદાવાદમાં કરફ્યૂ નંખાયો ત્યારે લગ્ન સમારંભોવાળા હેરાનપરેશાન થઈ ગયાં, કેટલાય લગ્નો બંધ રાખવા પડ્યાં, લાખો રૂપિયા ખર્ચીને બધુ બુકિંગ કરાવ્યું હતું, આ સંજોગોમાં તમામ બુકિંગ કેન્સલ કરવા પડ્યાં હતાં. સરકારના નિર્ણયો માત્ર જનતા માટે છે, તેમના માટે નથી. - ગુજરાતની જનતાના આકરા આવ્યાં પ્રતિભાવ
રાજકીય અને સરકારી કાર્યક્રમો કોરોનાકાળમાં કેટલા વાજબી છે, જે અંગે ગુજરાતની જનતાએ આકરા પ્રતિભાવ આપ્યાં હતાં.