ETV Bharat / city

જો ગેરકાયદે વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ લો છો તો શું તમને ખબર નથી કે તેની પાસે બીયુ પરમિશન છે કે નહીં?: ગુજરાત હાઈકોર્ટ - Ahmedabad Municipal Corporation

રાજયમાં ફાયરસેફ્ટી અને બીયુ પરમિશન લઇને આજે ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેશનનો ઉઘડો લીધો હતો. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પુરતી વિગતો રજૂ નહીં કરતા કોર્ટ વધુ નારાજ થઈ હતી. કોર્ટે મનપાને જણાવ્યું હતું કે ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનના આંકડા મનપા પાસે નથી એવું કંઈ રીતે શક્ય બને? 40 વર્ષથી મનપા શું કરે છે. ટેક્સ ઉઘરાવો ત્યારે કઈ રીતે બધી માહિતી હોય છે.

જો ગેરકાયદે વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ લો છો તો શું તમને ખબર નથી કે તેની પાસે બીયુ પરમિશન છે કે નહીં?: ગુજરાત હાઈકોર્ટ

author img

By

Published : Jun 1, 2021, 6:11 PM IST

  • બીયુ પરમિશન મુદ્દે એએમસી સામે ગુજરાત હાઈકોર્ટનું સખ્ત વલણ
  • જો ટેક્સ ઉઘરાવી શકો તો કાર્યવાહી કેમ નથી કરી શકતાં?
  • ટેક્સ ઉઘરાવો ત્યારે કઈ રીતે બધી માહિતી હોય છે

    અમદાવાદઃ રાજ્યમાં ફાયરસેફ્ટીના અભાવે આજે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન પર સુનાવણી કરવામાં આવી હતી. કોટે મનપાને જણાવ્યું છે કે માત્ર ખાનગી રહેણાક, ઉદ્યોગગૃહો અને, કોમર્શિયલ બિલ્ડીંગની વિગતો જ નહીં, પણ સરકારી ઈમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફટી અંગેની વિગતો પણ રજૂ કરવી પડશે. વધુમાં અમદાવાદ મનપાએ શહેરમાં કેટલા એકમો પાસે ફાયર સેફટી અને બીયુ પરમિશન નથી તે અંગેનો આંકડો ન હોવાનું જણાવ્યું તો કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે જો ગેરકાયદે વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ લો છો તો શું તમને ખબર નથી કે તેની પાસે બીયુ પરમિશન છે કે નહીં? જો ટેક્સ ઉઘરાવી શકો તો કાર્યવાહી કેમ નથી કરી શકતા? વધુમા કોર્ટે કોર્પોરેશનને કહ્યું કે તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગના લગતી વિગતો ઘણા બધા સેંકડો પાનામાં હશે તો એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના આદેશનું પાલન કરવાની તસ્દી લીધી નથી. જોકે આની સામે એએમસીનો પક્ષ રજૂ કરતા એડવોકેટ મિહિર જોશીએ જણાવ્યું હતું કે અમે આ ફાયર NOC અને BU પરમિશન ન હોય અને કોઈ અધિકારીની સંડોવણીથી ગેરકાયદે તે ચાલતી હશે તો અમે અમારા અધિકારી ઉપર પણ કડક કાર્યવાહી કરીશું.

    શું સીલ કરવાથી સમસ્યાનું સમાધાન આવી જશે? - કોર્ટ
    કોર્ટમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થતાં અમદાવાદ મહાનગરપાલિકાએ જુદા જુદા બોર્ડમાં જેમની પાસે બીયુ પરમિશન અને ફાયરસેફ્ટી ન હોય તેવા એકમોને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા બધા એકમોને સીલ પણ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આજે કરેલી સુનાવણીમાં મનપાની આ કામગીરી ઉપર કેટલાક સવાલો ઉભા કર્યા હતાં. કોર્ટે તેમને પૂછ્યું હતું કે શું સીલ કરવાથી સમસ્યાનું સમાધાન આવી જશે ત્રણ મહિના એકમને સીલ કર્યા બાદ તેની સામે શું પગલાં લેવામાં આવશે? એએમસીએ બીયુ પરમિશન વગર સીલ કરેલી બિલ્ડીંગનો શું મતલબ છે? કોટે અહીં મનપાને સૂચન આપ્યું હતું કે લોકો સરળતાથી ઉપર પરમિશન મેળવી શકે તેવા પગલાં લેવા જોઈએ. તમે સીલ કરેલા બિલ્ડીંગ કે દુકાનના માલિકને બીયુ અને એન.ઓ.સી મળે તે માટે મદદ કરો. ફરીથી કોઈ PIL કરશે. આ બધું ક્યાં સુધી ચાલશે?

આ પણ વાંચોઃ ડોમિનિકામાં જ રહેશે કૌભાંડી ભાગેડુ મેહુલ ચોક્સી, 2 જૂને થશે સુનાવણી

અમે જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેની સામે કાર્યવાહી કરીશું -એડવોકેટ જનરલ

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે અમે તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ. જ્યાં તપાસ બાકી છે એ પણ ધ્યાનમાં લઇશું. અમારી જોડે ડેટા અને માહિતી છે અને જે લોકો આ નિયમોનું પાલન નથી કરી રહ્યાં તેની સામે કડક કાર્યવાહી પણ કરીશું. હાલની પરિસ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી નથી કરી શકતાં. અમને સમય જોઈએ છે આ મોટી સમસ્યા છે. અમને 15 દિવસ કે 30 દિવસ જેટલો સમય આપવામાં આવે તો સારું છે. અમને આ બધી વ્યવસ્થા સુધારવામાં સમય લાગશે.

કેટલી જૂની બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન નથી તે ડેટા કાઢો

કોટે સુનાવણી દરમિયાન મનપાને જણાવ્યું હતું કે તમે માત્ર નવી બિલ્ડીંગ માટેની જ પરમિશન માટેની વાતો કરો છો. જૂની બિલ્ડીંગ જોડે બીયુ પરમિશન નથી તેના ડેટા પણ રજૂ કરવા કોર્ટે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્કૂલ ખુલવાના પહેલા તેની પાસે ફાયર noc અને બીયુ પરમિશન છે કે નહીં તેની પણ તપાસ કરવા કોર્ટે જણાવ્યું હતું. વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે તમામ હોસ્પિટલમાં પણ ફરજિયાત એનઓસી હોવી જોઈએ. હોસ્પિટલને કહો કે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે જે અમારી જોડે ફાયર noc નથી પછી જુઓ કોણ એડમિટ થાય છે. તમારી જોડે સારા ઓફિસર છે તેની સલાહ લો અને આ બધી વ્યવસ્થા કરાવો.

આ પણ વાંચોઃ પ્રવેશ મેળવવા સ્વર્ણિમ સંકુલ 1ના ગેટ પાસે બબાલ, સાઈકીક અધિકારી ગેટ પર ફરજ બજાવે તે કેટલું યોગ્ય: કિરીટ પટેલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.