અમદાવાદઃ કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકોના કારણે જ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે લોકડાઉન વધુ 2 અઠવાડિયા લંબાવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરમાં કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેમનેટ ઝોન જાહેર કરાશે જેમાં ઘણાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ, શહેરના કેટલાક પોલીસ સ્ટેશનના સંપૂર્ણ વિસ્તાર રેડ ઝોનમાં છે અને તેવા વિસ્તારોમાં બેરીકેટ રાખવામાં આવ્યા છે અને નાકાબંધી પણ કરવામાં આવી છે. જેથી બિનજરૂરી અવરજવર ટળી શકે. પોલીસ અને કોર્પોરેશન દ્વારા કન્ટેમનેટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે. આમ તો રેડ ઝોન એ જ કન્ટેનમેન્ટ ઝોન છે, પરંતુ તે સિવાય પણ જે વિસ્તારમાં કેસ વધુ હશે તેને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેમનેટ ઝોનમાં કોઈ પણ વ્યક્તિ અત્યંત જરૂરી કામ સિવાય બહાર નહીં જઈ શકે. આવા ઝોનમાં એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ રાખવામાં આવશે. વિસ્તારમાંથી બહાર નીકળતા વ્યક્તિની વિડીયોગ્રાફી કરીને નામ અને સરનામની નોંધણી કરવામાં આવશે. તથા વિસ્તારમાં પરત આવતા ફરીથી સમય અને અન્ય નોંધણી કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારની બોર્ડર તથા અંદરના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવશે.
કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેન્મે્ટ વિસ્તામાં પોલીસ સાથે કોવિડ વોલેન્ટીયર, શાંતિ સમિતિના સભ્યો તથા મહોલ્લાના આગેવાનોની મદદ લેવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધે નહીં પશ્ચિમ વિસ્તારમાં જ્યાં ઓછા કેસ ત્યાં વધુ કેસ ના થાય તે માટે પશ્ચિમ વિસ્તાર તરફ જતા કેટલાક બ્રિજ તો બંધ કરવામાં આવ્યા હતા. તેમાં અન્ય 2 બ્રિજ પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં આંબેડકર બ્રિજ અને સરદાર બ્રિજ પણ બંધ કરવામાં આવશે. એટલે હવે લોકો સુભાસબ્રિજ અને એલિસબ્રિજ પરથી જ જરૂરી કામ માટે પસાર થઈ શકશે.
લોકડાઉનનું પાલન કરાવવા અત્યાર સુધી 10,497 ગુના નોંધી 18430 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા સતત જનતાને લોકડાઉનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે અને જે લોકો ભંગ કરે છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ 28 પોલીસ જવાન સાજા થઈને પરત ફર્યા છે. જેમાંથી 21 અમદાવાદ પોલીસના જવાન તો અન્ય 7 SRP અને હોમગાર્ડ તથા અન્ય જવાન સામેલ છે.