- કાંકરિયામાં રાઈડ તૂટ્યાને થયું દોઢ વર્ષ
- તંત્ર દ્વારા રાઈડ ફરી શરૂ કરવા માટે કોઈપણ પ્રકારનો નિર્ણય નથી લેવાઈ રહ્યા
- આર એન્ડ બી વિભાગ દ્વારા નથી મળી રહી ક્લિનચિટ
અમદાવાદઃ શહેરમાં રાઈડ શરૂ કરવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની પરવાનગી લેવી ફરજિયાત બની રહે છે, પરંતુ રાઈડની દુર્ઘટનના એક વર્ષ બાદ હજુ સુધી કોઈ પણ પ્રકારની પરવાનગી કાંકરિયા લેકમાં રાઈડ માટે મળી નથી. મહત્વનું છે કે, કાંકરિયામાં રાઈડ શરૂ કરવા માટે પોલીસની પરવાનગી સાથે આર ઍન્ડ બી વિભાગની પણ પરવાનગી મહત્વની રહે છે. જોકે, ચકાસણી કર્યા બાદ પણ હજુ સુધી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી નથી.
ડિઝાઇન નહીં મળતા આર. એન્ડ. બી વિભાગ નથી આપી રહ્યું પરવાનગી
આ મુદ્દે કાંકરીયાના ડાયરેક્ટર આરતી સાબુ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આર. એન્ડ. બી વિભાગ દ્વારા અનેક વખત ચકાસણી કરવામાં આવી છે, તેમજ જે એન્જિનિયર છે તેમની પાસેથી રાઈડ અંગેની ડિઝાઇન માંગવામાં આવી હતી, પરંતુ ડિઝાઇન નહીં મળતાં હાલની જે કામગીરી છે તે અટકી રહી છે અને તેના જ કારણે મુલાકાતીઓને કાંકરિયા રાઈડની મજા માણવા માટે હજુ રાહ જોવી પડશે.
રાઈડ શરૂ થાય તે માટે મુલાકાતીઓ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
રાઈટની દુર્ઘટના બાદ કાંકરિયા ખાતે મુલાકાતીઓની સંખ્યા ઘટી ગઈ છે. તો સાથે કાંકરિયાની રાઈડ શરૂ થાય તે માટે મુલાકાતીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતું તંત્ર દ્વારા ક્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને લોકોની આતુરતાનો ક્યારે અંત આવે છે તે જોવાનું રહ્યું.