અમદાવાદઃ રાજ્યના હાઈકોર્ટમાં અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, એડવોકેટ જનરલે કોર્ટને 5 થી જેટલા 6 આર્દશ ગામ બનાવવાની તૈયારી બતાવી હતી. જો કે, કેવડીયાના અધિકારીઓએ અમને 35 કિમી દૂર મકાન ફાળવવાની જ વાત કરી છે. ખેતી માટે દૂર જમીન ફાળવવાનો અમે સ્વીકાર કરીએ છીએ. પરતું રહેવા માટે ઘર નજીક જોઈએ. ગામમાં કેટલીક જગ્યાઓ ખાલી હોવાથી અમને ત્યાં ઘર આપવામાં આવે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે અસરગ્રસ્ત જમીનધારકો હોવાથી કોર્ટે બંધારણના અનુચ્છેદ 46ને ધ્યાનમાં લેવું જોઈએ. માટોભાગના ખાતેદારો અને તેમના જમીનના સર્વે નંબરની વિગતો આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફે જે સોંગદનામું રજૂ કરાયું છે. તેમાં જમીનના પઝેશનને લગતું કોઈ મર્ટિરિયલ ન હોવાની રજૂઆત કરવમાંં આવી હતી. મુદો જમીનના પઝેશનનું હોવાથી વિલંબને ધ્યાનમાં ન લેવામાં આવે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો આ મુદ્દે રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે જમીનધારકો ઘરના બાંધકામ માટે અલગ અલગ વળતર માંગી રહ્યાં છે. જમીનધારકોને તેમના મકાનના 1 કિમી સુધીમાં જ મકાન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. એડવોકેટ જનરલે વધુમાં દલીલ કરી હતી કે અરજદાર તરફે મૂળ જમીનધારકોના નામ આપવામાં આવ્યા છે, જ્યારે તેમના વંસજના અને સર્વે નંબરનો ઉલ્લેખ કરાયો નથી.અગાઉ હાઈકોર્ટે ભલામણ કરતા અરજદારના વકીલને જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત જમીનધારકોની સમસ્યા સાંભળવા અને નિવારણ લાવવા માટે કમિટિની રચના કરવામાં આવે. આ કમિટિમાં કાયદાકીય અધિકારી, પ્રોજેક્ટ ઓફિસર, સંબંધિત સમુદાયના બે સભ્યનો સમાવેશ કરવામાં આવશે. અરજદારના વકીલે આ મુદ્દે જમીનધારકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. મંગળવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે અસરગ્રસ્ત જમીન-માલિકોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી હતી.હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, તમામ અસરગ્રસ્ત લોકો અનુસુચિત જનજાતિ સાથે સંકાળાયેલા છે. ગરીબી અનને આર્થિક રીતે નબળા છે તેમની જાહેરહિતની અરજીને માન્ય રાખવામાં આવે. હાઈકોર્ટે અરજદારના વકીલને અસરગ્રસ્ત ખેડૂતોના રેકોર્ડ અને વારસાની વિગતો સાથે અલગ અલગ રિટ દાખલ કરવા ટકોર કરી હતી. આ મુદ્દે સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી અસરગ્રસ્તોને બધી સુવિધા મળી રહે તેવા 6 થી 8 જેટલા આર્દશ ગામ બનાવવા અમે તૈયાર છીએ. અગાઉ રાજ્ય સરકાર તરફે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે, જેમ સરદાર સરોવર યોજના માટે જમીન આપનાર લોકોને સરકાર દ્વારા અન્ય જગ્યાએ જમીન આપવામાં આવી છે. એટલું જ નહિ પરિવારના સભ્યને નોકરી આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે થયેલી જાહેરહિતની અરજી મુદ્દે નિવેદન આપતા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ખેડૂતોએ પ્રોજેક્ટ માટે જમીન ફાળવી છે. તેમના માટે અન્ય બે મોનિટરી યોજના થકી આર્થિક સહાય કરવામાં આવશે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારના ગામોને ગોકુળગામ બનાવવાની દલીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેના નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના નવા ગામ, વાગડિયા, ગોરા, અને કોઠી સહિતના 6 ગામમાં જમીન સંપાદન બાબતે રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવેલી રકમથી નાખુશ ખેડૂતોએ રિટ દાખલ કરતા કોર્ટે નોટીસ કાઢી ખુલાસો માંગ્યો હતો. જ્યારે વિવાદાસ્પદ જમીન પર વચ્ચાગાળાનો સ્ટે આપી કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા કામગીરી ન કરવાનો હુકમ આપ્યો છે..કોર્ટે સ્ટે આપતા સમયે 6 ગામમાંથી અન્ય લોકોને સ્થળાંતર ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો..પર્યાવરણ કાર્યકરતા મહેશ પંડયા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા દાખલ પીટીશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર જમીન સંપાદનના નિયમોનું યોગ્ય પાલન કર્યા વગર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે આદિવાસીઓની જગ્યા છીનવી રહી છે.
રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સરદાર સરોવર ડેમ માટે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી જોકે અરજદારનું કહેવું છે કે, સરકારે જમીનનો ઉપયોગ ન કરતા આદિવાસીઓ પાસે તેનો કબ્જો છે. સંપાદનને 58 વર્ષ થઈ ગયો હોવાથી સરકારનો કોઈ અધિકાર રહેતો નથી.