- રાજ્યમાં કોન્સ્ટેબલ અને ASIના ગ્રેડ પે વધારવાની ચાલી રહી છે માગ
- સોશિયલ મીડિયા પર ગ્રેડ-પે વધારવાની માગ સાથે ચાલી રહ્યું છે અભિયાન
- સોશિયલ મીડિયા પર 'ગ્રેડ પે અમારો હક' નામથી ચાલી રહ્યું છે અભિયાન
- કોન્સ્ટેબલને 3,600 અને ASIને 4200 ગ્રેડ-પે આપવાની માગ
અમદાવાદમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, રાજ્યના DGP આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતી અંગે ઉમેદવારોને રાહત આપી છે, જે અંતર્ગત પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક ભરતીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમોમાં છૂટછાટ આપતા ભરતી માટે તૈયારી કરનારા ઉમેદવારોને મોટી રાહત મળી છે. બીજી તરફ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને રાજ્યમાં મળી રહેલા હક અંગે સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો છે. અત્યારે સોશિયલ મીડિયા પર ગ્રેડ પે સાથે સમગ્ર અભિયાન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો- દાદરાનગર હવેલીની પેટાચૂંટણીના પ્રચાર માટે મનોજ તિવારી ઉતર્યા મેદાને, ભોજપુરી સ્ટાઈલમાં કર્યો ચૂંટણી પ્રચાર
આ અંગે ચોક્કસ વિચારણા કરીશું જરૂર જણાશે તો ફેરફાર કરીશું: હર્ષ સંઘવી
હાલમાં જ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના પોલીસ કર્મચારીઓને ફરજના કલાકો નક્કી નથી કરવામાં આવ્યા. એટલું જ નહીં અન્ય કામદારોની જેમ તેમને પણ માન્યતા નથી આપવામાં આવી. ત્યારે તેમના હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. પોલીસ કર્મચારીઓએ 'ગ્રેડ પે અમારો હક' નામથી પોતાની માગણીઓ પોલીસ વિભાગ સામે મૂકી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલને 2,800 ગ્રેડ, કોન્સ્ટેબલને 3,600 અને ASIને 4,200 ગ્રેડ પે આપવાની માગ ઉઠી છે.
આ પણ વાંચો- PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશેઃ ગૃહ રાજ્યપ્રધાન
માગણી યોગ્ય લાગશે તો ફેરફાર કરીશુંઃ ગૃહ રાજ્યપ્રધાન
અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે એકતા પર અને આઝાદી અમૃત મહોત્સવના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હાજર રહ્યા હતા. તે દરમિયાન મીડિયા દ્વારા પૂછવામાં આવેલા ગ્રેડ પે અંગેના સવાલો બાબતે ગૃહપ્રધાને કહ્યું હતું કે, આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માગણી યોગ્ય લાગશે તો જરૂરી ફેરફાર પણ કરીશું. અને આ બાબતનું વિશ્લેષણ પણ કરવામાં આવશે.