ETV Bharat / city

નિવૃત અધિકારીઓની નિમણૂક પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન - Statement of Gujarat Congress Spokesperson Manish Doshi on appointment of retired officers

ગુજરાતમાં નિવૃત્ત અધિકારીઓને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં ગુજરાતના વહીવટી તંત્રમાં સરકારી અધિકારીઓની નિવૃત્તિ બાદ પણ ચીપકીને બેસાડી રાખવાનો આરોપ કરવામાં આવ્યો છે.

નિવૃત અધિકારીઓની નિમણૂક પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
નિવૃત અધિકારીઓની નિમણૂક પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
author img

By

Published : Jun 9, 2021, 8:22 AM IST

  • ગુજરાત રાજ્યના 40થી વધુ કે પોસ્ટ પર અધિકારીઓ એક્સ્ટેંશન ભોગવે છે
  • અન્ય સક્ષમ અધિકારીઓ સાથે અન્યાય થતો હોવાનો આરોપ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ લગાવ્યો
  • સરકાર ખાલી પદ પર ભરતી કરતી નથી

અમદાવાદઃ ગુજરાત સરકારમાં ચાલી રહેલી એક્સ્ટેંશન પ્રથાના કારણે અન્ય સક્ષમ અધિકારીઓ સામે અન્યાય થતો હોવાની આંતરિક ફરિયાદ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવૃત અધિકારીઓની નિમણૂક પર ટિપ્પણી કરી છે અને તેમને જણાવ્યું છે કે, ગુજરાતના વહીવટી તંત્રમાં સરકારના મળતીયા અધિકારીઓને ચીપકીને બેસાડી રાખવામાં આવ્યા હોય તેવો આરોપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યા તેનો સરકાર ખુલાસો કરે: મનીષ દોશી

IAS- IPSની બદલી પણ એક્સ્ટેંશન ધરાવતા અધિકારીઓ નક્કી કરી રહ્યા છે

એક્સ્ટેંશન પરના અધિકારીઓનું સરકારમાં એક શાસન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના 40થી વધુ કે પોસ્ટ પર અધિકારીઓ એક્સ્ટેંશન ભોગવી રહ્યા છે. IAS- IPSની બદલી પણ એક્સ્ટેંશન ધરાવતા અધિકારીઓ નક્કી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારમાં ચાલી રહેલી એક્સ્ટેંશન પ્રથાના કારણે અન્ય સક્ષમ અધિકારીઓ સાથે અન્યાય થતો હોવાનો આરોપ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ લગાવ્યો છે.

નિવૃત અધિકારીઓની નિમણૂક પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન

40થી વધુ નિવૃત્ત સનદી અધિકારીઓ પોસ્ટ પર હાજર છે

સરકાર આવા અધિકારીઓને એક્સપર્ટના નામે એક્સ્ટેંશન આપી રહી છે. આવી રીતે અધિકારીઓ પાસે સરકાર અલગ-અલગ વિવિધ ભાગમાંથી પોતાના કામ કઢાવી રહી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. 40 કરતા વધારે નિવૃત્ત સનદી અધિકારીઓ પોસ્ટ પર હાલ હાજર જોવા મળી રહ્યા છે. સરકારની આ નીતિના કારણે પ્રમોશન માટે રાહ જોઈ રહેલા સક્ષમ અધિકારીઓનુ પ્રમોશન મળતું નથી તેઓ આરોપ તેમને લગાવ્યો છે.

અનેક યુવાનો સરકારી નોકરીની રાહ જોઇ બેઠા છે

આ અધિકારીઓ સરકારનું પોષવાનું અને ભ્રષ્ટાચારનું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર એક્સ્ટેંશન સામે આગામી દિવસમાં કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. સરકાર ખાલી પદ પર ભરતી કરતી નથી. અનેક યુવાનો સરકારી નોકરીની રાહ જોઇ બેઠા છે. 43થી વધુ સરકારી ભરતીઓ હાલ અટકેલી છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય-સ્કોલરશીપ હજુ ચુકવી નથી: કોંગ્રેસ

ગાંધી આશ્રમમાં કરી નિમણૂંક સરકાર ગાંધી આશ્રમને જ કોપી આપવાનું ભૂલી ગઈ - કોંગ્રેસ

સરકારે વધુ એક નિવૃત્ત અધિકારીને નિમણૂક આપી અધિકારી સરકારની નમસ્તેજીમાં જોડાયા અને ગાંધી મેમોરિયલ સંસ્થામાં OSD તરીકે નિવૃત્ત અધિકારીની નિમણૂક કરી હતી. ઓર્ડરની કોપી ગાંધીઆશ્રમને પણ મોકલવામાં ન આવતા ફરી એક વખત કોંગ્રેસે મુદ્દાને ઉઠાવીને રાજકીય માહોલ ગરમાયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.