- ભાજપની રાષ્ટ્રીયસ્તરની બેઠક યોજાઈ
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરની કાર્યકારિણી બેઠક યોજાઈ
- કોરોનાની ત્રીજી સંભવિત લહેર અગાઉ પક્ષસંગઠન કઇ રીતે સહાય કરશે તેની ચર્ચા
ભાજપ પ્રદેશ કાર્યલય ખાતે ભાજપની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરની કાર્યકારિણી બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શિવપ્રકાશ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ આ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ રજની પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકનો હેતુ
કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈને ભાજપ કેવી રીતે પ્રજાને સ્વાસ્થ્ય સંબંધી મદદ કરી શકે ? તે આ બેઠકનો હેતુ છે. કોરોનાની ત્રીજી લહેર શરુ થાય તો સરકારી મશીનરીને ભાજપ પક્ષ તરીકે સહાય કરી શકે તેવી ભાજપની યોજનાને અનુલક્ષીને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે.યોગ પણ તેનો ભાગ છે. સ્વંયસેવકો કોવિડના પ્રાથમિક લક્ષણો જાણીને ડોકટર સાથે લોકોનો સંપર્ક કરાવશે.
કોણ કોણ રહ્યું હાજર
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય કાર્યકારીણી પ્રશિક્ષણ બેઠક રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શિવપ્રકાશજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી તથા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ રજનીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીઓ પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવભાઈ ભટ્ટ, ડૉ.સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્રભાઈ ગજ્જર, સોશિયલ મીડિયા સહકન્વીનર મનનભાઈ દાણી, રાજકીય પ્રતિસાદ અને પ્રતિક્રિયા વિભાગના સંયોજક ડૉ.ઋત્વિજભાઈ પટેલ, આઈ.ટી વિભાગના સહ કન્વીનર મહેશભાઈ મોદી સહિત પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ રાજ્યમાં ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે કેબિનેટમાં ચર્ચા