ETV Bharat / city

રાજ્ય ગૃહપ્રધાને સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવ્યો - આઇસોલેશન સેન્ટર

અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે શહેરમાં કોવિડ બેડની સંખ્યા અંદાજે 90 હજાર સુધી પહોંચી ગઈ છે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે આ આઇસોલેશન સેન્ટર આશીર્વાદરૂપ બનીને રહેશે. જ્યારે આ કેર સેન્ટરમાં 30 ઓક્સિજન અને 20 સામાન્ય બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

રાજ્ય ગૃહપ્રધાને સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

author img

By

Published : May 6, 2021, 10:55 PM IST

  • અમદાવાદના સરસપુર ખાતે સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ
  • 30 ઓક્સિજન અને 20 સામાન્ય બેડની સુવિધા ઉભી કરાઈ
  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો

અમદાવાદ: સરસપુર ખાતે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ઉદ્ઘાટન કરેલ સંત કબીર કોવિડ કેર સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક ડોકટર, નર્સિંગ સ્ટાફ કોરોના દર્દીઓની સેવામાં તહેનાત રહેશે. સારવાર મેળવી રહેલા દર્દીઓની ભોજનની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

રાજ્ય ગૃહપ્રધાને સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

હજુ વધારે બેડની સુવિધા ઉભી કરાશે

પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, કોવિડ કેસોમાં અસાધારણ વૃદ્ધિ થતા રાજ્ય સરકાર અને AMCએ સરકારી અને ખાનગી હોસ્પિટલોની મદદથી કોવિડ મેનેજમેન્ટની વ્યૂહરચના ઘડી છે. આ ઉપરાંત 11 સરકારી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ત્યારે 5 હજાર કરતા વધુ બેડની સગવડ ઉભી કરવામાં આવી છે. વધુમાં 171 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તસરીકે નિયુક્ત કરી છે. જેમાં બેડની સંખ્યા 7700 જેટલી છે. જ્યારે હોસ્પિટલમાં બેડ વધારવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારે આવનારા સમયમાં તમામ લોકોને બેડ મળી રહેશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.