- ગુજરાતના આરોગ્ય પ્રધાન નિતીન પટેલ કોરોના સંક્રમિત
- અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં કારાયા દાખલ
- સવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં હતા હાજર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે. આજે શનિવારે ગાંધીનગર સચિવાલયમાં રાજ્યના આરોગ્યપ્રધાન અને નાયમમુખ્યપ્રધાન નિતીન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આરોગ્યપ્રધાન નિતીન પટેલ કોરોના સંક્રમિત થયા બાદ તેઓને સારવાર અર્થે અમદાવાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે રાજ્યના નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
![Nitin Patel Corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-14-nitin-patel-covid-positive-720846_24042021171306_2404f_1619264586_789.jpg)
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
ગાંધીનગરના કોલવડા ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઓક્સિજન પ્લાન્ટના લોકાપર્ણ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, તે પહેલા જ નિતીન પટેલ પ્રોટોકોલ પ્રમાણે પહેલેથી જ આવી પહોંચ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેઓ હાજર રહ્યા હતા. જ્યારે આજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગાંધીનગર કલેક્ટર કુલદિપ આર્યા અને ગાંધીનગર પ્રભારી સુનયના તોમર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
![Nitin Patel Corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-14-nitin-patel-covid-positive-720846_24042021171306_2404f_1619264586_106.jpg)
આ પણ વાંચોઃ કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક કોરોના સંક્રમિત
- નિતીન પટેલને યુ.એન. મહેતા હોસ્પિટલમાં કારાયા દાખલ
વર્તમાન પરિસ્થિતીને જોતા અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ક્યાંય જગ્યા નથી. પરંતુ પ્રોટોકોલ પ્રમાણે અમદાવાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં પ્રધાનો અને અધિકારીઓ માટેની જગ્યા રિર્ઝવ રાખવામાં આવે છે. તેને ઘ્યાને લઇને રાજ્યના નાયબમુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નિતીન પટેલને યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સૂરજેવાલા, દિગ્વિજય સિંહ, હરસિમરત બાદલ થયા કોરોના સંક્રમિત
- સીએમ રૂપાણી સાથે ના જોવા મળ્યું સોશિયલ ડિસ્ટન્સ, સીએમ થશે ક્વોરેન્ટાઇન?
ગાંધીનગરના કોલવડા ખાતે ઓક્સિજનના પ્લાન્ટના લોકાપર્ણ પહેલા પ્રોટોકોલ પ્રમાણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નિતીન પટેલ સહિતના અધિકારીઓ કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ આવે તે પહેલા રૂપાણી અને નિતીન પટેલે બન્નેએ સામાજિક અંતર રાખ્યા વગર ચર્ચાઓ પણ કરી હતી. ત્યારે આ રીતની ઘટના સંક્રમણ માટે મહત્વનું કારણ બનતું હોય છે. તો શું હવે સીએમ વિજય રૂપાણી સહિતના હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ ક્વોરેન્ટાઇન થશે કે નહીં તે જોવુ રહ્યું.
![Nitin Patel Corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-14-nitin-patel-covid-positive-720846_24042021171306_2404f_1619264586_998.jpg)
આ પણ વાંચોઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના સંક્રમિત, AIIMSમાં કરાયા દાખલ
- અગાઉ ક્યા પ્રધાનો થયા છે કોરોના સંક્રમિત
રાજ્યના પ્રધાનમંડળની વાત કરવામાં આવે અગાઉ પણ અનેક પ્રધાનો કોરોના સંક્રમિત થયા છે. એપ્રિલ મહિનામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, રોજગાર કેબિનેટ પ્રધાન દિલિપ ઠાકોર, સામાજિક ન્યાયપ્રધાન ઇશ્વરસિંહ પરમાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે થોડા મહિના અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં બરોડામાં તબિયત લથડતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં બીજા દિવસે રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.