- રાજ્યમાં ફાયર સેફ્ટી અને BU પરમિશન મામલે રાજ્ય સરકારનું સોગંદનામું
- મનપાના હદ વિસ્તારમાં સ્થિતિ સુધરી
- શાળા અને હોસ્પિટલમાં સ્થિતિ અગાઉથી સારી થઈ
અમદાવાદ: ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થઈ રહેલી સુનાવણીમાં આજે ગુરુવારે રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું હતું. તેમણે પોતાના સોંગધનામામાં ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા ઘણા સમયની કામગીરીથી વિશેષ રૂપે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં શાળા અને હોસ્પિટલોમાં અગાઉની સરખામણીએ સ્થિતિમાં સુધાર આવ્યો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં અપાયેલી ફાયર NOC
રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે કે, 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં કુલ 1024 એકમોને ફાયર NOC આપવામાં આવી છે. રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાએ કરેલી કામગીરી દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓ પણ પડી છે પરંતુ તેમ છતાં મહાનગરપાલિકાના વિસ્તારોમાં હોસ્પિટલોને 670, શાળાઓને 141 બહુમાળી બિલ્ડીંગને 196 અને અન્યને 17 આમ કુલ 1024 એકમોને ફાયર સેફટી NOC આપવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે, અગાઉની પરિસ્થિતિએ હાલ શાળાઓ અને હોસ્પિટલોની પરિસ્થિતિમાં સુધાર પણ જોવા મળ્યો છે.