- અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે એમ.એસ.ધોની ક્રિક્રેટ એકેડેમીની શરૂઆત થશે
- અદ્યતન ટેક્નોલોજીથી લોકોને ક્રિક્રેટની તાલીમ આપવામાં આવશે
- આ એકેડેમી દ્વારા જિલ્લા અને સ્ટેટ લેવલે રમાવાની તક મળશે
અમદાવાદ: શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે 8 ફ્રબ્રુઆરીથી એમ.એસ.ધોની ક્રિક્રેટ એકેડેમીની શરૂઆત થશે. જેમાં આર્કા સ્પોર્ટ્સ અને શ્રી એન્ટરપ્રાઇઝ દ્વારા આ એકેડેમીની શરૂઆત કરવામાં આવશે. જેમાં લોકો ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી શકે અને ગુજરાતનું નામ રોશન કરે તે હેતુથી આ એકેડેમી તૈયાર કરવામાં આવી છે, ત્યારે અદ્યતન ટેક્નોલોજીથી લોકોને ક્રિક્રેટની તાલીમ આપવામાં આવશે.
ગ્રાઉન્ડમાં 10 પીચ
અમદાવાદમાં એમ.એસ.ધોની એકેડેમીથી ગુજરાતનો મોટો ફાયદો થાય તેવી સંભાવના સેવાઇ રહી છે, ત્યારે આ એકેડેમીમાં કોચિંગમાં ગેમ સેન્સ અને પ્રેક્ટિકલ એક્ટિવિટી સામેલ છે. જેમાં માત્ર નેટમાં જ નહીં, પરંતુ મેચ દરમિયાન ખેલાડીના પર્ફોમ કરવાની ક્ષમતા વિકસાવવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે, ત્યારે અમદાવાદીઓને ક્રિક્રેટમાં વધુ સારી કારકીર્દી બનાવાની તક આપવામાં આવી છે. આ ગ્રાઉન્ડમાં અનેક ફેસિલીટી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ગ્રાઉન્ડમાં 10 પીચ તૈયાર કરવામાં આવી છે, ત્યારે 7 પીચ નેચરલ ટર્ફની તૈયાર કરી છે. આ એકેડેમી જીસીએ સાથે જોડાણ કર્યું છે, તેનાથી લોકોને ડિસ્ટ્રીક અને સ્ટેટ લેવલે રમવાની વધુ તક પ્રાપ્ત થશે.
ત્રણ સ્કેલમાં ફી રખાઈ
આ એકેડેમીમાં હાલ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે વેબસાઇટ અને રૂબરૂ એકેડેમી પર જઇને લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ એકેડેમીની ફીની વાત કરવામાં આવે તો ત્રણ સ્કેલમાં ફી રાખવામાં આવી છે. જેમાં 20,000 , 10,000 અને 36,000 હજાર એમ ત્રણ પ્રકારે ફી નક્કી કરવામાં આવી છે. આ એકેડેમી ગુજરાત ઉપરાંત યુપી, પંજાબ, રાજસ્થાન, કર્ણાટક એમ મોટા ભાગના શહેરોમાં ચાલે છે, ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાંથી પણ વધુ ક્રિક્રેટરો પેદા થાય તેવી સંપૂર્ણ સંભાવના સેવાઇ રહી છે.