ETV Bharat / city

રણોત્સવને લઈને એસટી નિગમે શરૂ કરી વોલ્વોની સ્પેશિયલ સેવા

12 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા સુરત અને રાજકોટથી વોલ્વો એસી સ્લીપર બસો બસો દોડાવવાનું આજથી શરૂ થયું છે. દિવાળીના દિવસોમાં લોકો બહાર ફરવા જવાનું પસંદ કરતા હોય છે ત્યારે સુરતથી વોલ્વો એસી સ્લીપર બસ વાયા અમદાવાદ થઈને દોડશે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ પણ કચ્છની મુલાકાત લેવાના છે.

રણોત્સવને લઈને એસટી નિગમે શરૂ કરી વોલ્વોની સ્પેશિયલ સેવા
રણોત્સવને લઈને એસટી નિગમે શરૂ કરી વોલ્વોની સ્પેશિયલ સેવા
author img

By

Published : Nov 11, 2020, 7:07 PM IST

● કચ્છના રણોત્સવ માટે એસટી નિગમ દ્વારા આજથી એસી.સ્લીપર વોલ્વો બસ શરૂ કરાઈ

● સુરત અને રાજકોટથી દોડી રહી છે વોલ્વો બસો

● સુરતથી વાયા અમદાવાદ થઈને કચ્છ જશે વોલ્વો

અમદાવાદઃ આ બસોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે. પ્રવાસીઓની માગ અને સુવિધાઓને લઈને એસ.ટી.નિગમના અધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સફેદ રણની મજા માણવા માગતા હોય તેવા પ્રવાસીઓ કુટુંબ સાથે કચ્છના ધોરડો જઇ શકશે.

સુરતથી વોલ્વો એસી સ્લીપર બસ વાયા અમદાવાદ થઈને દોડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.