અમદાવાદઃ મહાશિવરાત્રિનું પર્વ બે વર્ષ બાદ યોજાઈ રહ્યું છે. ત્યારે લાખો ભક્તો જૂનાગઢના મેળામાં આવતા હોય છે. ત્યારે તેને ધ્યાનમાં લઈને એસ.ટી.નિગમ દ્વારા એક્શન પ્લાન (ST Nigam Action Plan)તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 350 વધારાની બસો (ST Buses for Junagadh Mahashivaratri 2022)દોડાવવામાં આવશે.
જૂનાગઢ મહાશિવરાત્રિ મેળાને લઇને ખાસ વ્યવસ્થા
2 વર્ષ બાદ જૂનાગઢમાં મેળો યોજાઈ રહ્યો છે. જેમાં 25 તારીખથી 1 એપ્રિલ સુધી બસો (ST Buses for Junagadh Mahashivaratri 2022)દોડાવવામાં આવશે. જેમા 50 બસો માત્રને માત્ર જૂનાગઢ બસસ્ટેન્ડથી તળેટી સુધી અને તળેટી સુધી દોડાવાશે.
આ પણ વાંચોઃ Mahashivratri 2022: રવેડીમાં ભાગ લેતા મુખ્ય પાંચ અખાડાઓમાં શિવની પૂજા આજે પણ કરવામાં આવતી નથી,જાણો કેમ
2020માં 20 લાખ પ્રવાસીઓને આપી હતી સગવડ
એસટી નિગમે 2020માં 3906 ટ્રીપનુ સંચાલન કરી 1 લાખ કરતા વધુ મુસાફરોને સગવડ પુરી પાડી હતી. ત્યારે આ વર્ષે મુસાફરોની સંખ્યા વધશે. તેેને ધ્યાને રાખી 5,000 ટ્રીપ નિગમ (ST Nigam Action Plan) દ્વારા કરાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Mahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર