ETV Bharat / city

સટોડિયાઓ અને ક્રિકેટ રસીયાઓએ T-20 world cup ની મેચનું ભવિષ્ય જાણવા માટે બે લાખ સુધીના પેકેજ કરાવ્યા બુક - The craze of cricket

ક્રિકેટ મેચમાં ક્રિકેટ રસિયાઓ મેચ કોણ જીતશે ? કોણ હારશે ? કોણ વધુ રન કરશે અને કોણ વિકેટ ઝડપશે ? આ પ્રકારના અનેક સવાલો લઈને જ્યોતિષીઓ પાસેથી મેચ પહેલાં જ ક્રિકેટ મેચનું ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે T-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં અમદાવાદના જ્યોતિષીઓ પાસે અનેક ઇન્કવાયરીઓ ક્રિકેટનું પરિણામ જાણવાને લઈને વધી ગઈ છે. ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે, સટોડિયાઓ પણ તમામ મેચમાં પરિણામ જાણવા અગાઉથી જ્યોતિષીઓ પાસેથી આખાય વર્લ્ડ કપની તમામ મેચના પેકેજ બુક કરાવી દીધા છે. જ્યોતિષીઓ પાસે 50 હજારથી લઇને 2 લાખ સુધીના પેકેજ ક્રિકેટ રસિકો તમામ મેચોના પરિણામ જાણવા માટે લગાવ્યા છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Oct 26, 2021, 10:31 PM IST

Updated : Oct 27, 2021, 8:44 AM IST

  • ભારતની મેચ હોય ત્યારે જ્યોતિષીઓ પાસે ઇન્કવાયરી પાંચથી દસ ગણી વધી જાય છે
  • ટોસ કોણ જીતશે તે જાણવા માટે રૂપિયા 5,000 ફી થાય છે
  • ભારત- પાકિસ્તાનની મેચના પરિણામ જાણવા 5 ગણી ઇન્કવાયરી વધી જાય છે
  • દેશ અને ખેલાડીઓનો કોસ્મો પાવર ઇન્ડેક્ષ કાઢી જ્યોતિષીઓ કરે છે ભવિષ્યવાણી

અમદાવાદ: ક્રિકેટનો ક્રેઝ અમદાવાદમાં અને ગુજરાતમાં એટલો છે કે, ક્રિકેટ રસિયાઓ મેચના prediction માટે જ્યોતિષીઓ પાસેથી મદદ મેળવી રહ્યા છે. એક મેચનું પરિણામ જાણવા માટે જ્યોતિષીઓ પાસે રૂપિયા 5,000 સુધીના કે તેનાથી વધુ નાણાં ક્રિકેટ રસિયાઓ ચૂકવી રહ્યા છે. કેટલાક જ્યોતિષીય તો એક જ સવાલનો જવાબ જ્યોતિષના હિસાબથી આપવા માટે 5000 રૂપિયા લેતા હોય છે. જેમાં સટોડિયાઓ પણ બાકાત નથી રહેતા. તેઓ પણ સટ્ટો જીતવા માટે જ્યોતિષીઓને પુછે છે. તેમાં પણ ભારતની મેચ હોય ત્યારે ક્રિકેટ રસિયાઓની ઇન્કવાયરી પાંચથી દસ ગણી વધી જતી હોય છે. જ્યારે પણ ક્રિકેટ વર્લ્ડ કપ હોય છે, ત્યારે જ્યોતિષીઓ પાસે ઇન્કવાયરી રાજ્યભરમાંથી નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આવતી હોય છે. પ્રીડીક્ટર અને જ્યોતિષ આચાર્ય એવા મૌલિક ભટ્ટે કહ્યું, "અમારી પાસે જેટલા પણ લોકો ઇન્કવાયરી માટે ફોન કરતા હોય છે તેઓ ક્રિકેટ રસિકો હોય છે. પરિણામ જાણવાની કુતૂહલ ધરાવતા આ રસીકો અમને ફોન કરતા હોય છે."

સટોડિયાઓ અને ક્રિકેટ રસીયાઓએ T-20 world cup ની મેચનું ભવિષ્ય જાણવા માટે બે લાખ સુધીના પેકેજ કરાવ્યા બુક

ક્રિકેટના પરિણામ જાણવા મુંડન એસ્ટ્રોલોજીના નિષ્ણાત જ્યોતિષીઓના સંપર્ક રહે છે ક્રિકેટ રસિયાઓ

પ્રીડીક્ટર અને જ્યોતિષ આચાર્ય એવા મૌલિક ભટ્ટે કહ્યું કે "જ્યોતિષનો સંબંધ ભવિષ્યવાણી સાથે છે. ક્રિકેટમાં આવનાર સમય, આઉટકમ શું હશે તે તમામ બાબતો જ્યોતિષની જાણકારીના હિસાબથી જાણી શકાય છે. ક્રિકેટની ભવિષ્યવાણીના સંબંધમાં પણ જ્યોતિષનું ઘણું મહત્વ રહેલું છે. ક્રિકેટમાં મુંડન એસ્ટ્રોલોજીના નિષ્ણાત જ્યોતિષીઓ આ કહી શકે છે. જેથી તેમના સંપર્ક ક્રિકેટ રસિયાઓ રહેતા હોય છે અને ક્રિકેટ પ્રીડીક્શન અંગે પૂછતા હોય છે. જેના અલગ-અલગ પેકેજ હોય છે. આ T- 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જેમાં 50 હજારથી લઈ 2 લાખ સુધીના પેકેજ તમામ મેચના પરિણામ જાણવા માટેના છે."

આ સવાલો મેચ પહેલા જ્યોતિષીઓને પૂછવામાં આવે છે

મૌલિક ભટ્ટે કહ્યું કે, "કયો પ્લેયર સારું પર્ફોર્મ કરી શકશે, મેચનું પરિણામ કેવું રહેશે, કોણ જીતશે, કોણ હારશે, શું મેચમાં કોઈ રસાકસી જોવા મળશે કે નહીં, કયો પ્લેયર પરફોર્મ નહીં કરી શકે, એ તમામ પ્રકારના સવાલો જ્યોતિષીઓ પાસેથી ક્રિકેટ રસિકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે."

મેચના પરિણામ જાણવા 16 કલાક સુધી મહેનત કરી, જ્યોતિષીઓ આ રીતે કરે છે ભવિષ્યવાણી

"જે તે દેશના ક્રિકેટની ટીમના કેપ્ટન તેના ખેલાડીઓ, કોચ, એમ્પાયર અને સાથી તમામ લોકોની કુંડળીઓના આધારે કોસ્મો પાવર ઇન્ડેક્ષ અલગથી કાઢવામાં આવે છે. જે તે કન્ટ્રીનો પણ કોસ્મો પાવર ઇન્ડેક્ષ કાઢવામાં આવે છે. ત્યારબાદ તે દિવસના હિસાબથી કોસ્મો પાવર ઈન્ડેક્સનું કેલ્ક્યુલેશન કર્યા બાદ મેચનું prediction જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવે છે. પહેલા મને આ પ્રકારના કેલ્ક્યુલેશન માટે 16 કલાક જેટલો સમય લાગતો હતો પરંતુ 20 વર્ષના અનુભવ બાદ 8 કલાક જેટલો સમય લાગે છે. તેવું મૌલિક ભટ્ટે કહ્યું હતું."

ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે ઇન્કવાયરીના કોલ દોઢસોથી વધી જતા હોય છે

ભારત ઉપરાંત અન્ય દેશો વચ્ચે ટી 20 ક્રિકેટ મેચ હોય છે ત્યારે પણ પરિણામો શું રહેશે. ક્રિકેટ મેચ શરૂ થતા પહેલા પરિણામ શું હશે તે જાણવા માટે ક્રિકેટ રસિકો જ્યોતિષીઓને અચૂકથી ફોન કરતા હોય છે પરંતુ જ્યારે હાઇવોલ્ટેજ ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે કે ભારતની અન્ય દેશો સાથેની મેચ હોય છે, ત્યારે ઇન્કવાયરીના કોલ દોઢસોથી વધી જતા હોય છે. જોકે અન્ય દેશોની ક્રિકેટ મેચના પરિણામ જાણવા માટે 20થી 25 લોકો દિવસ દરમિયાન જ્યોતિષીઓને ફોન કરતા હોય છે.

જ્યોતિષના હિસાબથી આ ટિમો હોટ ફેવરિટ

જ્યોતિષના હિસાબથી ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન આ છ ટીમો વર્લ્ડ કપની દાવેદારી માટે સૌથી વધુ હોટ ફેવરિટ છે. જ્યોતિષના હિસાબથી તેઓ વર્લ્ડ કપની દાવેદારી નોંધાવી શકે છે.

Last Updated : Oct 27, 2021, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.