● આજે ધનતેરસ ઘેર-ઘેર થશે લક્ષ્મી પૂજન
● અષ્ટલક્ષ્મીનું અનેરું મહત્વ
● મંદિરોમાં થશે વિશિષ્ટ પૂજન
● દિવાળીના દિવસે ઉજવાશે શાકોત્સવ
અમદાવાદઃ શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજીએ આજે ધનતેરસે ખાસ ETVBharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જીવનમાં લક્ષ્મીનું ખૂબ જ મહત્વ છે. પરંતુ લક્ષ્મી જીવનદાત્રી અને આરોગ્યવર્ધનની પણ છે. આ સાથે અધ્યાત્મનંદજીએ અષ્ટલક્ષ્મીના સ્વરૂપો આદિલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધનલક્ષ્મીનું વર્ણન કર્યું હતું.આજે ધનતેરસના દિવસે સમગ્ર દેશમાં ઘરેઘરે લક્ષ્મી પૂજન કરવામાં આવશે. દેશના જુદા-જુદા લક્ષ્મીજીના મંદિરોમાં વિશિષ્ટ પૂજનનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આ શુભદિને સોના-ચાંદીના ઘરેણાં અને વાહનોની ખરીદી પણ થશે.
ધનતેરસે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મીનું વિશિષ્ટ પૂજન
આજે ધનતેરસના દિવસે સમગ્ર દેશમાં ઘરે-ઘરે લક્ષ્મી પૂજન કરવામાં આવશે. દેશના જુદા-જુદા લક્ષ્મીજીના મંદિરોમાં વિશિષ્ટ પૂજનનું આયોજન કરવામાં આવશે.અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શિવાનંદ આશ્રમમાં અમદાવાદનું એકમાત્ર અષ્ટલક્ષ્મીનું મંદિર આવેલું છે. આ ભવ્ય મંદિરમાં ધનતેરસને લઈને વિશિષ્ટ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મીજીની મૂર્તિને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે સાંજે અહીં શાકોત્સવ પણ ઉજવવામાં આવશે. જે શાકભાજીને આસપાસના વિસ્તારોમાં વહેંચવામાં આવશે.