- Kalupur railway station પર Mock drill અને ચેકિંગ યોજાયું
- મોક ડ્રિલમાં RPF, BDDS અને ગુજરાત પોલીસ જોડાઈ
- જગન્નાથજીની રથયાત્રા અને આઈબીના એલર્ટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક
અમદાવાદઃ આ મોક ડ્રિલમાં (Mock drill ) 50 કરતાં વધારે આરપીએફ (RPF) જવાનો તેમજ ગુજરાત પોલીસના જવાનો સાથે તમામ તહેનાત છે. જેમાં બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ અને આર્મીના કર્મચારીઓ પણ જોડાયાં હતાં. આ ઉપરાંત મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરમાં અને શ્રીનગરમાં આતંકી હુમલો થયો હતો જેના પગલે અમદાવાદ રેલવે સ્ટેશન (Kalupur railway station) ઉપર ચેકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જગન્નાથજીની રથયાત્રા પણ આવી રહી છે જેને લઇને રેલવેના પ્લેટફોર્મ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની બેગ તેમજ બેસવા માટે મૂકવામાં આવેલા બાંકડાની તપાસ અને પ્રવાસીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
બૉમ્બ સ્ક્વોડની ભૂમિકા રહી મહત્વપૂર્ણ
આરપીએફ (RPF) અને ગુજરાત રેલવે પોલીસે સાથે મળીને ખાસ મોક ડ્રિલ (Mock drill ) યોજી હતી. જેમાં બોમ્બ સ્ક્વોડની ભૂમિકા મોખરે રહી હતી. જ્યારે (Kalupur railway station) પ્લેટફોર્મ નંબર 1 પાસે પાણીની પરબ પાસે એક સૂટકેસમાં બોમ્બ મળ્યાંના મેસેજના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી અને 45 મિનિટ સુધી બોમ્બ ડિફ્યુઝ કરવામાં સમય લાગ્યો હતો. આખરે બોમ્બ સ્ક્વોડની સફળતા મળી હતી. ત્યારે આ સાથે રેલવે સ્ટેશન પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં કરવામાં આવી ફાયર મોકડ્રીલ
સ્ટેશન પર વધારવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત
ત્યારે આ મામલે હાલમાં રેલવે સ્ટેશન પર તમામ પ્રવાસીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જયારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે (Kalupur railway station) પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પોરબંદરના કોવિડ સેન્ટરમાં મોક ડ્રિલ યોજાઈ