ETV Bharat / city

સગર્ભા મહિલાઓના વેક્સિનેશન માટે CHC અને સોલા સિવિલમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ

author img

By

Published : Aug 6, 2021, 9:00 PM IST

સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલી સગર્ભા મહિલાઓને લાંબી લાઈનમાં ન ઉભા રાખી સીધા જ વેક્સિન માટે બોલાવી લેવામાં આવે છે. અહીં વેક્સિન લેનારી મહિલાઓમાં પણ હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓનો સંતોષ છે. એક તરફ કે આ વેક્સિન લેવા માટે રોજ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં લાંબી ભીડ હોય છે, ત્યારે સગર્ભા મહિલાઓને લાઈનમાં ઉભા રાખી તાત્કાલિક તેમને વેક્સિન આપવામાં આવે છે.

અમદાવાદ
અમદાવાદ
  • સગર્ભા મહિલાઓને વેક્સિનેશન માટે રખાઈ અલાયદી વ્યવસ્થા
  • દરેક ઝોનના CHC સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓ માટે વેક્સિનની અલગથી વ્યવસ્થા કરાઈ
  • સોલા સિવિલ હોસ્પિટલમાં પણ વેક્સિન માટે આવેલી સગર્ભા મહિલાને અપાય છે પ્રાથમિકતા

અમદાવાદ: એક તરફ કે જ્યાં કોરોનાની મહામારીને અટકાવવા માટે સરકાર લોકોનું વેકસીનસેશન થાય તે માટે પ્રયત્નશીલ છે ત્યારે બીજી તરફ સગર્ભા મહિલાઓને લાઈનમાં ઊભા ન રહી કોઈ તકલીફનો સામનો ન કરવો પડે અને ઝડપથી રસી મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ અમદાવાદમાં મનપા સંચાલિત સી.એસ.સી સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓ વેક્સિનેશન લઇ શકે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સોલા સિવિલમાં પણ વેકસીન લેવા આવેલી મહિલાઓને લાઈનમાં ઊભા ન રહી સીધા જ વેકસીન લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

સગર્ભા મહિલાઓના વેક્સિનેશન માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ

આ પણ વાંચો- ભાવનગરમાં 69.88 ટકા વેક્સિનેશન: ગર્ભવતી મહિલાઓ સહિત વેક્સિન લેનારાઓ માટેની વ્યવસ્થાનું રિયાલિટી ચેક

શું કહે છે સગર્ભા મહિલા?

ETV Bharat સાથે વાતચીત દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લેવા આવેલા સગર્ભા મહિલાએ જણાવ્યું હતું કે, સોલા સિવિલ હોસ્પિટલમાં તેમને વેક્સિનેશન માટે પૂરતો સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે. તેઓ અહીં આજે બીજો ડોઝ લેવા આવ્યા હતા. પ્રથમ ડોઝમાં પણ તેમને અહી પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માહિતી પણ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.