ETV Bharat / city

વાહ... ખાખીને સલામ, ગણતરીની મિનિટમાં અપહરણ કરાયેલા બાળકને પોલીસે આ રીતે બચાવી લીધો

author img

By

Published : May 27, 2022, 11:26 AM IST

Updated : May 27, 2022, 11:36 AM IST

અમદાવાદમાં સોલા વિસ્તારમાંથી બાળકના અપહરણનો કેસ (Ahmedabad Child Kidnapping Case) પોલીસે ગણતરીની મિનિટમાં જ ઉકેલી કાઢ્યો હતો. સોલાના પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ થતા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Complaint at Sola High Court Police Station ) નોંધાઈ હતી.

વાહ... ખાખીને સલામ, ગણતરીની મિનિટમાં અપહરણ કરાયેલા બાળકને પોલીસે આ રીતે બચાવી લીધો
વાહ... ખાખીને સલામ, ગણતરીની મિનિટમાં અપહરણ કરાયેલા બાળકને પોલીસે આ રીતે બચાવી લીધો

અમદાવાદઃ 'પહેલો સગો તે પાડોશી'. આ વાતને એક યુવકે 'પહેલો દુશ્મન તે પાડોશી'માં ફેરવી કાઢી છે. શહેરના સોલા વિસ્તારમાં આવેલા પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાંથી (Sola Parkview Apartment) 6 વર્ષના બાળકનું અપહરણ (Ahmedabad Child Kidnapping Case) થયું હતું. આ મામલે સોલા હાઈકોર્ટમાં પોલીસ (Police Complaint at Sola High Court Police Station) ફરિયાદ નોંધાઈ હતી. જોકે, પોલીસે માત્ર 30 મિનિટની અંદર બાળકને સહીસલામત રીતે શોધી કાઢીને અપહરણકર્તાની ધરપકડ કરી હતી. આરોપી બાળકનું અપહરણ કરી તેને અવાવરું જગ્યાએ છોડીને ભાગી ગયો હતો.

આ પણ વાંચો- Ahmedabad Kidnapping Case : ગુજરાત હાઈકોર્ટે વાડજ પોલીસની કાઢી ઝાટકણી, શું હતું કારણ, જાણો

બાળક ગંભીર હાલતમાં મળ્યું - આ અંગે મળતી માહિતી અનુસાર, સોલાના પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાં (Sola Parkview Apartment) રહેતા એક પરિવારના 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. સોલા હાઈકોર્ટ પોલીસમાં નોંધાયેલી (Police Complaint at Sola High Court Police Station) ફરિયાદ મુજબ, આ પરિવારના પાડોશી રાહુલ પટેલ અમેઝ કારની ડેકીમાં નાખીને બાળકને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. તેમાં દેખાય છે કે, રાહુલ પટેલ બાળકને કારમાં લઈ જાય છે. અપહરણ કર્યા બાદ બાળકને અવાવરું જગ્યાએ ઉતારી દીધું હતું. આ બાળક ગંભીર હાલતમાં મળી આવતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Death Penalty In Deesa: ડીસામાં મૂકબધિર બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનારા નરાધમને કોર્ટે સંભળાવી સજા

CCTVએ ખોલી પોલ - પોલીસે ફ્લેટમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી હતી, જેમાં એક જ ગાડી ફ્લેટની બહાર અને થોડી વારમાં પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે પોલીસે અન્ય CCTV તપાસ કરતા આરોપી બાળકને કારની ડેકીમાં મૂકતો હોવાનું નજરે પડ્યું હતું. તેના આધારે પોલીસે તે જ ફ્લેટના એ બ્લોકમાં રહેતા રાહુલ પટેલ નામના યુવકની પૂછપરછ કરી હતી. તે સમયે તે ભાંગી પડ્યો હતો અને તેણે જ આ બાળકનું અપહરણ (Ahmedabad Child Kidnapping Case) કરીને તેને માથાનાં પાછળનાં ભાગે ઈંટના ફટકા મારી ઈજા પહોંચાડી હતી. તેમ જ બાળકને શિલજ નજીક અવાવરું જગ્યામાં ફેંકી આવ્યો હોવાનું કબૂલ્યું હતું.

બાળકના માથે હતી ઈજા - ત્યારબાદ પોલીસે તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરતાં બાળક બેભાન હાલતમાં ઈજાગ્રસ્ત જોવા મળ્યું હતું. એટલે પોલીસે બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી આરોપી વિરૂદ્ધ અપહરણ (Ahmedabad Child Kidnapping Case) અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

બાળકના પિતા મૂકાયા ચિંતામાં - અપહરણ થયેલા બાળકના પિતા જિગર કાપડીયાએ જણાવ્યું હતું કે, રાહુલ નામના વ્યક્તિએ મારા દીકરાનું અપહરણ (Ahmedabad Child Kidnapping Case) કરીને ખરાબ રીતે માર માર્યો હતો. ત્યારબાદ તેને એવી જગ્યા પર ફેંકી દીધો હતો કે, જ્યાં કોઈ આવતું જતું નહોતુ. શિલજના બ્રિજની પાસે જુની આનંદ નિકેતન સ્કૂલ છે. તેની પાસે જિયાંશને ફેંકી દેવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળક અત્યારે સારવાર હેઠળ છે.

આરોપીની કરવામાં આવી અટક - સોલા હાઈકોર્ટ પોલીસે (Police Complaint at Sola High Court Police Station) આ સમગ્ર ઘટનામાં આરોપી રાહુલ પટેલની અટકાયત કરી લીધી છે. પોલીસ હાલ રાહુલ પટેલની પૂછપરછ કરી રહી છે અને અપહરણ શા માટે કર્યું તે અંગે તપાસ કરી રહી છે. જોકે, હજી સુધી આ અપહરણ (Ahmedabad Child Kidnapping Case) કેમ કર્યું તેનું કારણ જાણી શકાયું નથી. ત્યારે તમામ અંગે થઈ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

બાળક ગુમ થયાનું પાડોશીએ કરી હતી જાણ - જોકે, માતાપિતાને લાંબા સમય સુધી અન્ય બાળકો સાથે રમતો આ બાળક નજરે ન પાડતા સોસાયટીના રહીશોએ આ બાબતની જાણ તેના માતાને કરવામાં આવી હતી. ત્યારબાદ સોસાયટીના તમામ સભ્યોએ આસપાસમાં, પાર્કિંગમાં અને છતો પર તપાસ કર્યા બાદ પણ બાળક મળ્યું નહતું. અંતે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા દાખવીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને માત્ર 30 મિનિટમાં જ ઘટનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે.

Last Updated : May 27, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.