- કફ સીરપનાં જથ્થા સાથે ત્રણ લોકોની કરાઇ ધરપકડ
- 298 કફ સીરપની બોટલો કબ્જે કરી SOGએ
- કફ સીરપનો વેપાર કરતા હતા આરોપીઓ
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે SOGની કસ્ટડીમાં રહેલ ત્રણેય આરોપીઓને ગેરકાયદેસર રીતે કફ સીરપનો નશો કરતા અને લોકોને(dealing drugs in Ahmedabad) વેચતા હતા. SOG ક્રાઇમ બ્રાંચને મળતી માહીતી પ્રમાણે નશીલી કફ સીરપનો જથ્થો(Quantity of cough syrup seized લઈ વિશાલા-નારોલ રોડ પર એક રીક્ષા પસાર થઈ રહી છે. જેના આધારે SOGએ વોચ ગોઠવી રીક્ષા પકડી પાડીને કફ સીરપનો જથ્થો પકડી પાડ્યો હતો જેની કિમત 40,000 હતી. આ પ્રકારની નશીલી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી મેડીકલ સ્ટોરના સંચાલક આપતા હોય છે. પકડાયેલા આરોપીઓમાં આરીફ સૈયદ ,ઇરફાન મીર અને સલીમ ઉર્ફે સલ્લા મીર ભેગા મળી છેલ્લા ઘણા સમયથી નશીલી કફ સીરપની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું.
કફ સીરપનો વેપાર કરતા હતા આરોપીઓ
આ કફ સીરપ બિમાર વ્યક્તિની ખાંસી અને શરદી માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. પરંતુ જો તેને વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી વધું નશો ચડે છે. બીજી તરફ અલગ અલગ કંપનીની કફ સીરપ સરળતાથી દરેક મેડિકલ સ્ટોર પર મળી રહે છે. SOG ક્રાઇમ બ્રાંચમાં પકડાયેલા આ આરોપીઓ બમણા રૂપિયા કમાવવાની લાલચમાં નશો કરનાર લોકોને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરતા હતા, જેથી નશાના નેટવર્કને પકડવા પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો : Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પૂણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું
આ પણ વાંચો : Drugs in Gujarat : 600 કરોડના ડ્રગ્સ મામલે વધુ ત્રણ આરોપીઓની ATSએ ધરપકડ કરી