- 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી કરાવશે દાંડી યાત્રાની શરૂઆત
- આશ્રમની આસ-પાસની ઝૂંપડપટ્ટીઓને ઢાંકવામાં આવી
- ગરીબો પાસે વોટ 'માંગવા' આવતા રાજકારણીઓને ઝૂંપડપટ્ટી જોવી પણ ગમતી નથી ?
અમદાવાદઃ ભારતની અને ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી આજે પણ ગરીબ જ છે. તેમ છતાં ગરીબોના નેતાને ગરીબી જોવી ગમતી નથી ? અમેરિકાના તે વખતના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે ઝૂંપડપટ્ટીઓ ઢાંકી દેવામાં આવી હતી. તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ આવી રહ્યા હોવાથી આશ્રમની આસપાસની ઝૂંપડપટ્ટીને સફેદ કાપડથી પડદો કરી ઢાંકી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે દાંડીયાત્રાના પદયાત્રિકોને આપશે લીલીઝંડી
શરમ આવતી હોય તો વોટ માંગવા શા માટે આવો છો: સ્થાનિકો
આશ્રમના સ્થાનિકોએ ETV BHARAT દ્વારા નેતાઓને પૂછ્યું હતું કે, શું તેઓ ભારતના નાગરીક નથી ? શું વડાપ્રધાન કોઈ બીજા દેશના પ્રમુખ છે ? કે પછી જેમના વોટથી તેમની પાર્ટી વિજયી બનતી આવી છે તે જ લોકોથી તેમને તકલીફ છે ? જો તમને ગરીબી જોવી નથી ગમતી તો ગરીબી દૂર કરવા તમે શું કર્યું ? આ અંગે અમારા સંવાદાતાએ તંત્રનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું સંપર્ક થઈ શક્યો ન હતો.