ETV Bharat / city

ગુજરાતી ભાષાનું મહત્વ જાણવું ખુબ જ જરૂરી છે: સિદ્ધાર્થ રાંદેરિયા - Latest news of Ahmedabad

ગુજરાતમાં કમનસીબે લોકો માતૃભાષાને છોડી અન્ય ભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગુજરાતી નાટકોનું જે પ્રકારે મહત્વ ઘટતું જઈ રહ્યું છે તેવામાં ગુજરાતી ભાષાને સાચવી એટલી જ જરૂરી બની છે. ગુજરાતી નાટક સમાજ માટે એક દર્પણ માનવામાં આવે છે. નાટકમાં ગુજરાતની સંસ્કૃતિ, રહેણીકરણી અને માતૃભાષા ગુજરાતીનો સંગમ જોવા મળતો હોય છે. જેને જાણવી સાચવી રાખવો ખુબ જ જરૂરી છે.

Siddharth Randeria
Siddharth Randeria
author img

By

Published : Aug 17, 2021, 6:07 PM IST

Updated : Aug 17, 2021, 8:03 PM IST

  • ગુજરાતી નાટકોને ગુજરાતી લોકોએ જ પહેલા આપવું પડશે પ્રાધાન્ય
  • ગુજરાતના લોકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે ગર્વ હોવું ખુબ જ જરૂરી
  • ગુજરાતી નાટકો, ફિલ્મો, સિરીઝ ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખે છે - કલાકાર

અમદાવાદ: એન્ટરટેઇનમેન્ટ જગત (Entertainment world) માં હવે ફરી એક વખત ગુજરાતી ભાષાનું મહત્વ વધી રહ્યું છે. ગુજરાતી મનોરંજનમાં ફિલ્મ, નાટકો, સિરીઝ સહિત અલગ અલગ મનોરંજન સિરિયલમાં વધારો થતો જઈ રહ્યો છે પરંતુ તેનાથી પણ ગુજરાતી માતૃભાષાને વધુ પ્રધાન્ય મળી રહ્યું નથી. એન્ટરટેઇનમેન્ટ જગત મૂળમાં ગુજરાત સાથે જ જોડાયેલું છે. હિન્દી અથવા અંગ્રેજી કોઈ પણ ભાષામાં સિરીઝ, ફિલ્મ અથવા નાટકો હોય તેમાં રહેણીકરણી સંસ્કૃતિ ગુજરાતી જ જોવા મળતી હોય છે. જેનો ગર્વ આપણને થવો જોઈએ છે પરંતુ કમનસીબે તેવું જોવા મળતું નથી. હવે ધીમે ધીમે ગુજરાતી માતૃભાષામાં બનેલા નાટકો, ફિલ્મો અને વેબ સિરીઝ તરફ લોકો આકર્ષિત થઈ રહ્યા છે.

ગુજરાતી ભાષાનું મહત્વ જાણવું ખુબ જ જરૂરી છે

આ પણ વાંચો: Bollywood actress કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરાવ્યું ફોટોશૂટ, ફોટોઝ થયા વાયરલ

નાટકો, ફિલ્મો, ગુજરાતી માતૃભાષાનું મહત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે, તેને કેવી રીતે જોઈ રહ્યા છો ?

ગુજરાતમાં જ આ બાબતને જોવામાં આવી રહી છે. પંજાબ, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાં પોતાની માતૃભાષાને સૌથી વધુ પ્રાધાન્ય મળી જ રહ્યું છે. ગુજરાતની કમનસીબી છે કે ગુજરાતના જ લોકો તેની માતૃભાષાને વળગી રહેલા નથી. જોકે ફરીએક વખત ગુજરાતી નાટકો, ફિલ્મો, અને સિરીઝ અને અલગ અલગ સિરિયલને પરિસવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતી નાટકોને અમર બનાવવા વર્ષો પહેલા થયેલા નાટકો જેમાં ગુજરાતી ભાષાનું મહત્વ, સંસ્કૃતિ, રહેણીકરણી અને મુખ્ય ઉદ્દેશ તમામને ફરી એક વખત પ્રજલિત કરવા માટે થઈ તમામ કલાકારોને એકઠા કરી ડીઝીટલ પ્લોટફોર્મ નાટકોની વાર્તા પ્રમાણે કલાકારોને પોતાનો રોલ અલવામાં આવ્યો અને પછી ફરી શૂટ કરી તે જ ગુજરાતી નાટકોને જાગૃત રાખવાનો એક પ્રયાસ છે. અમારું ધ્યેય ગુજરાતી દર્શકોને વૈવિધ્યસભર નાટકો સાથે લાગણી અને પ્રેમથી જોડવાનો રહેલો છે. જેમાં વિશ્વાસ તમામ ગુજરાતી સહિત અન્ય લોકોનો પણ પ્રેમ અમને પ્રાપ્ત થશે.

આ પણ વાંચો: ફરહાન અખ્તરને ઓફર થઇ હતી ફિલ્મ 'રંગ દે બસંતી', આ કારણથી પાડી હતી ના

કોવિડ- 19 ની પરિસ્થિતિ અંગે શું કહેશો ?

કલાકાર જગત સાથે સંકળાયેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ વધુમાં જણાવ્યું કે, કોવિડ-19 મહામારી (Covid-19 epidemic) ના કારણે સમગ્ર વિશ્વમાં અનેક મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો કરવાનો ઉભો થયો છે. જેમાં માત્ર ભારત અથવા ગુજરાતી નહિ પરંતુ અન્ય દેશોમાં પણ મુશ્કેલીઓ ઉભી થઇ છે. જ્યારે કલાકાર જગતની વાત આવે છે ત્યારે ચોક્કસ સૌથી વધુ મુશ્કેલી પડી છે. મોટા બજેટની ફિલ્મો અટકી પડી છે. એન્ટરટેઇનમેન્ટમાં સ્ક્રીન પર કામ કરતા કલાકારોની સાથે સ્ક્રીન પાછળ કામ કરતા લોકોનો મહત્વનો ભાગ હોય છે. આ તમામ લોકોને પણ જરૂરી મદદ કરવામાં આવી રહી છે. જોકે ભગવાનને પણ એક પ્રાર્થના રહેલી છે. કોવિડ-19 ની પરિસ્થિતિમાંથી સમગ્ર વિશ્વ બહાર નીકળી જાય લોકોને સુખાકારી પ્રાપ્ત થાય તેવી આશા કરવામાં આવી છે.

Last Updated : Aug 17, 2021, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.