- રીપેરીંગ કામગીરી માટે બ્રિજ કરાયો બંધ
- જીવરાજ બ્રિજ બંધ કરતાં અન્ય માર્ગો પર ટ્રાફિક જામ
- ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી
અમદાવાદ: શહેરના શાહપુર મેટ્રો સ્ટેશનનું બાંધકામ શરૂ કરવાનું હોવાથી આગામી 30 સપ્ટેમ્બર સુધી બંધ કસ્તુરબા રોડ, પોપટ શાહપુર પોલીસ ચોકી, મેંદી કુવા ત્રણ રસ્તા સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે કમિશનરે પ્રતિબંધ ફરમાવી દીધો છે. જોકે પગપાળા જઈ શકાશે. પરંતુ વિકલ્પના ભાગરૂપે ફોર વ્હીલર અને ટુ-વ્હીલર ચાલકોએ દિલ્હી દરવાજાથી સીધા આંબેડકર ચાર રસ્તા થઇ શાહપુર દરવાજાથી ઇન્કમટેક્સ તરફ જઈ શકશે.
28 દિવસ માટે બ્રિજ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ
આ ઉપરાંત દિલ્હી દરવાજાથી કાજી કરોડથી થઈ મેંદી કુવા ચાર રસ્તાથી ઇન્કમટેક્સ તરફ જતા તમામ પ્રકારના વાહનોની અવરજવર કરી શકાશે. તો બીજી તરફ જીવરાજ બ્રિજ પહેલી એપ્રિલ રાત્રીના અગિયાર વાગ્યાથી 48 કલાક માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. તો સાથે જ ત્રીજી એપ્રિલ શનિવારે રાત્રે 11 વાગ્યાથી બે મહિના અને 28 દિવસ માટે બ્રિજ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ બમણો કરાયો
તંત્રના અણઘડ નિર્ણયના કારણે સામાન્ય જનતાને પરેશાની
બ્રિજ બંધ કરી દેવાતા વૈકલ્પિક રુટ તરીકે જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ જવા માટે બળિયાદેવ મંદિર ચાર રસ્તાથી જમણી બાજુ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી ચંદ્રમૌલિ સ્કૂલ થઈ જીવરાજ બ્રિજ નીચેના ભાગથી સર્વિસ રોડ પરથી શ્યામલ ચાર રસ્તા તરફ અવરજવર કરી શકાશે. પરંતુ પ્રોપર આયોજનના હોવાના કારણે રોડ પર ટ્રાફિક જામની સમસ્યાઓ થઇ રહી છે. એ મહત્વનું છે કે કોર્પોરેશન તંત્રના અણઘડ નિર્ણયના કારણે સામાન્ય જનતાને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.