ETV Bharat / city

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, જાણો શુું છે બાર જ્યોતિર્લિંગ નું મહત્વ?

આજે શુક્રવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ (shravan2022) રહ્યો છે અને તમામ ભક્તો શિવની પૂજા (shravan2022) અર્ચના કરીને પ્રભુને ખૂશ કરવાનો પ્રયાસ (Shiva Puja ) કરશે, ત્યારે દેશભરમાં આવેલા બાર જ્યોતિર્લીંગોના (Shiva Puja ) મહત્વ વિશે જાણવા વાંચો, આ વિશેષ અહેવાલ...

shravan2022
shravan2022
author img

By

Published : Jul 29, 2022, 8:29 AM IST

Updated : Jul 29, 2022, 10:08 AM IST

1- સોમનાથ જ્યોતિર્લીંગ:- સોમનાથ જ્યોતિર્લીગ સૌરાષ્ટ્ર (ગુજરાત)માં આવેલું (shravan2022) છે. આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું, ત્યાર બાદ (Shiva Puja ) આ જ્યોતિર્લીંગને રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી નિર્માણ કરાવ્યું હતું. સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી ઓનલાઈન દર્શન કરવા માટે Click Here

2-મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ:- આંધ્રપ્રદેશના કુનુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગણ નંદીએ અહીયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લીંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચપાંડવ લિંગની સ્થાપના અહીયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં.

મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ
મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ

3-મહાકાલેશ્વર જ્યોતિર્લીંગ:- ઉજ્જૈન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ જ્યોતિર્લીંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લીંગ છે. એટલા માટે આ જ્યોતિર્લીંગનું પૌરાણીક અને તાંત્રીક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લીંગ પણ સ્વંયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લીંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યું કે બીમારીનો ભય રહેતો નથી. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લીંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્વવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લીંગ
મહાકાલેશ્વર જ્યોતિર્લીંગ

4-ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ:- મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે- ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છુટુ પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસીયત એ છે કે અહીંયાનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ
ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ

5-કેદારનાથ જ્યોતિર્લીંગ:- કેદારનાથ ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો બાર જ્યોતિર્લીંગમાં સમાવવાની સાથે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીંયા પ્રતુકૂળ જળવાયુંને કારણે આ મંદિર એપ્રીલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવે છે. પત્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ વગેરે શંકરાચાર્યએ કરાવ્યું હતું.

કેદારનાથ જ્યોતિર્લીંગ
કેદારનાથ જ્યોતિર્લીંગ

6-ભીમાશંકર જ્યોતિર્લીંગ:- મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લીંગ ભમવતી નદીના કિનારે આવેલ છે. સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુધ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લીંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યાતા છે કે યુધ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

ભીમાશંકર જ્યોતિર્લીંગ
ભીમાશંકર જ્યોતિર્લીંગ

7-કાશી વિશ્વનાથ જ્યોતિર્લીંગ:- વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લીંગ
કાશી વિશ્વનાથ જ્યોતિર્લીંગ

8-ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ:- નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પત્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદભુત છે. આ મંદિરમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે. જેને ભક્તો અલગ અલગ માનતાઓ પુરી કરવા માટે કરાવે છે.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ

9-બૈદ્યનાથ જ્યોતિર્લીંગ:- આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

બૈદ્યનાથ જ્યોતિર્લીંગ
બૈદ્યનાથ જ્યોતિર્લીંગ

10-નાગેશ્વર જ્યોતિર્લીંગ:- ગુજરાતના દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગની ઋગ્વેદની કથા પણ ખુબ જ રોચક છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લીંગની કથાનું વર્ણન છે. દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. તેને ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો, તેથી ભગવાન શિવ અહિંયા પ્રગટ થઇ જ્યોતિર્લીંગ સ્વરૂપે વાસ કર્યો હતો.

નાગેશ્વર જ્યોતિર્લીંગ
નાગેશ્વર જ્યોતિર્લીંગ

11-રામેશ્વર જ્યોતિર્લીંગ:- તમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.

રામેશ્વર જ્યોતિર્લીંગ
રામેશ્વર જ્યોતિર્લીંગ

12-ધૃષ્ણેશ્વર જ્યોતિર્લીંગ:- મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઇ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.

ધૃષ્ણેશ્વર જ્યોતિર્લીંગ

Last Updated : Jul 29, 2022, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.