વિરોચચનગરઃ અમદાવાદ જિલ્લાના વિરોચનનગર ગામે લાપેશ્નર નામના રાજા દ્નારા આશરે ઇ.સ પૂર્વ 724માં એક ગાયના દુધની ધાર થતા તે જગ્યા પર ખોદકામ કરતા જમીનમાંથી આ ભગવાન ભોળેનાથનું શિવલીંગ જમીનમાંથી (Shiv Temple in Gujarat) મળી આવ્યું હતુ. તે સમયે લાપેશ્રર (Lapeshwar Mahadev Temple) નામના રાજા દ્નારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજના સમયમાં ગામના તેમજ આજુબાજુ ગામના લોકો માટે પણ આસ્થાન કેન્દ્ર બની ગયું છે.
આ પણ વાંચો: અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું કરાયું આયોજન
આવી હતી વાત: મંદિરના પુજારી અજીતભાઇ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઇ.સ પુર્વે 724માં હાલમાં જે ગામ છે. એ સમયે ત્યાં જંગલ વિસ્તાર હતો. તે સમયે બાજુના નદાણ ગામનો ગોવાળ ગાય ચરાવવા આવતો હતો. તે સમયે એક ગાય વખડીના ઝાડ આવીને આ જગ્યા પર ઉભી રહેતી હતી. તે સમયે ગાયના આચણમાંથી ગાયના દુધ ધારા આપમેળે થતી હતી. જેના લઇ ગોવાળ તેમજ અન્ય લોકો માટે કુતુહલ સર્જાયું હતું. રાજા અને પંડિતો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું.જે વખડીના ઝાડ નીચે શિવલીંગ નિકળ્યું હતું.તે ઝાડ હાલમાં પણ જોવા મળી આવે છે.
આ પણ વાંચો: ગાયો માટે આયુર્વેદિક લાડુ, લમ્પીગ્રસ્તને આપવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ
શિવપુરાણમાં ઉલ્લેખ: સ્થાનિક મહારાજ દિલીપભાઇએ જણાવ્યું હતુ કે મહાદેવના મંદિરમાં માટીના પાર્થેશ્વર બનાવવાનું ખુબ જ મહત્વ છે. આપણા વેદ,પુરાણો કે શિવ પુરાણમાં પણ પાર્થેશ્વર વિશે વાત કરવામાં આવી છે. શિવપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે. કે માટીના શિવલીંગ બનાવવાથી કરોડો પાપ નાશ પામે છે. શરીરમાં નવી ઉર્જાનો સંચય થાય છે. જેથી શ્રાવણ માસમાં માટીના શિવલીંગ એટલે કે પાર્થેશ્વર બનાવવાનું અનેરુ મહત્વ છે.