ETV Bharat / city

બાપુની ઘરવાપસી: શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં, રાજ્યના રાજકારણમાં ગરમાવો - trending

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela ) કોંગ્રેસમાં ( Gujarat Congress ) પરત ફરી રહ્યા છે તેવી અટકળો ચાલી રહી છે. કોંગી નેતા ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બુધવારના રોજ ખાનગી બેઠક કરવામાં આવી હતી. આથી, કોંગ્રેસ (Congress ) હાઈકમાન્ડના નિર્ણય બાદ જ( Bapu Join Congress ) આ અટકળો પૂર્ણ થશે.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે

author img

By

Published : Jun 17, 2021, 5:05 PM IST

Updated : Jun 17, 2021, 6:18 PM IST

  • પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે, સંભાવના
  • કોંગી નેતા ભરતસિંહ સોંલકી અને શંકરસિંહ વચ્ચે બેઠક
  • રાજીવ સાતવ અને અહેમદ પટેલની જગ્યા ખાલી

અમદાવાદ: સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela ) બાપુ ( Bapu ) ની ઘરવાપસી થઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ( Gujarat Congress )ના પ્રમુખ પદ અને વિપક્ષના નેતા પદ તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી છે. Bapu Join Congress આ બાબતે હાઈકમાન્ડે હાલ કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ દિલ્હી ગયા હતા અને કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને પક્ષપ્રમુખ અને વિપક્ષના નેતાના પદ માટે ચર્ચા કરી હતી. ત્યારબાદ, આ મામલે હાઈકમાન્ડે મુદ્દત પાડી હતી.

આ પણ વાંચો: કોરોના સંદર્ભે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાન રૂપાણીને લખ્યો પત્ર

કોંગ્રેસના 2 સિનિયર પદ પર શૂન્યવકાસ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલના અવસાનને કારણે સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની જગ્યા પણ ખાલી પડી છે. જેથી કોંગ્રેસને મોસ્ટ સિનિયર નેતાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આ ઉપરાંત, ગુજરાત કોંગ્રેસને પણ લીડરશીપમાં સિનિયર નેતાની જરૂર છે.

કોંગ્રેસને મજબૂત નેતાગીરીની જરૂર

હાલ કોંગ્રેસનો કપરોકાળ ચાલી રહ્યો છે. કાર્યકર્તાઓને એકજૂટ કરીને પ્રચાર કરી શકે છે તેમજ રાજ્ય સરકારની નબળાઈ અને ખોટા નિર્ણયોને પ્રજા સમક્ષ લઈ જઈ શકે અને સરકાર સામે વિરોધ કરી શકે તેવી કોંગ્રેસને મજબૂત નેતાગીરીની જરૂર છે. આવી તમામ બાબતોને ધ્યાનમાં લેતા વરિષ્ઠ રાજકારણી અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની ઘરવાપસી થઈ શકવાની સંભાવના છે. આ ઉપરાંત, 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાની જવાબદારી પણ સોંપવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાએ કોરોનામાં સરકારને મદદ કરવા માટે પત્ર લખ્યો

આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભર્યો

ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. આથી, તેમાં દરરોજ નવા નવા કાર્યકરો ભાજપ-કોંગ્રેસથી નારાજ થઈને આપમાં જોડાઈ રહ્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસ નબળી પડશે તો આપ વધુ મજબૂત થશે. જેથી કોંગ્રેસને મજબૂત કરવા માટે સબળ નેતૃત્વની જરૂર છે અને કોઈ મોટું માથુ જ આ કરી શકે તેમ છે. આથી કોંગ્રેસ પણ શંકરસિંહ વાઘેલાને પરત લાવે તેવી શક્યતા છે.

Last Updated : Jun 17, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.